News/ ગુજરાતને મળી ચોથી સ્વદેશી ગાય ડગરી ગાયને મળી રાષ્ટ્રીય માન્યતા

ગુજરાતને મળી ચોથી સ્વદેશી ગાય

Gujarat
dagri cow ગુજરાતને મળી ચોથી સ્વદેશી ગાય ડગરી ગાયને મળી રાષ્ટ્રીય માન્યતા

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જોવા મળતી ડગરી ગાયને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ છે. અન્ય નસલોની સરખામણીમાં આ ગાય 3 થી 4 કિલો દૂધ જ આપે છે.

ગુજરાતના પશુપાલન વિભાગે કાંકરેજ, ડાંગી, અને ગીર બાદ નવી નસલની ઓળખ કરી લીધી છે. ઉલ્લેથનીય છે કે ભારતમાં સૌથી વધારે નસલની ગાયની ઓળખ ગુજરાતમાંથી થઇ છે. ચોથી નસલની ડગરી ગાયને તેના સરક્ષિતના લીધે રાષ્ટ્રીય માન્યતા મળી છે.

આણંદના કૃષિ વિશ્વવિધાલયના કુલપતિ ડો. કે,બી.કથિરિયાએ જણાવ્યું હતું કે અમે રીપોર્ટ તૈયાર કર્યો હતો અને 2019માં એનબીએજીઆરને સોંપ્યો હતો. આ જાતીની જુદી જુદી ખાસિયતોના લીધે તેને રાષ્ય્રીય માન્યતા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી નસલની જાણકારી રાખનાર એનબીએજીઆર સમિતિએ પોતાના અનેક સંશોધન બાદ ડગરી નસલને રાષ્ટ્રીય માન્યતા પ્રદાન કરી છે. રાષ્ટ્રીય સ્તર પર ઓળખવાળા પશુઓની 175 નસલો છે જેમાં ગુજરાતના ગાય, ભેંસ,બકરી, ઘોડા, ઊંટ, અને ગધેડા સહિત 24 જાતીનનો સમાવેશ થાય છે. જેને સ્વતંત્ર દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતનું યોગદાન પ્રાણીઓની જાતિ બાબતે વિશેષ છે.

ડો,કથિરિયાના જણાવ્યા અનુસાર ડગરી નસ્લને સુરક્ષિત રાખવીએ જરૃરી છે. જે સમયની સાથે તેનો વંશ નાબૂદ ના થઇ શકે. આણંદ કૃષિવિધાલયના વેટનરી કોલેજમાં ડગરી ગાયનો પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે આ ગાયમાં ફેનોટાઇપિક લક્ષણ જોવા મળે છે જેના કારણે તે પર્વતીય વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે.

અન્ય નસલોની સરખામણીમાં ડગરી ગાય ઓછું દૂધ આપે છે તેની દૂધ ઉત્પાદન ક્ષમતા 3 થી 4 કિલોગ્રામ છે પરતું તેની આ નસલ પહાડી વિસ્તારમા ખેતી કરવા માટે સૌથી ઉપયોગી માનવામાં આવે છે. ઉપરાંત તેનું કદ નાનું હોવાથી તેને ખોરાક પણ ઓછો આપવો પડે છે. આજ કારણના લીધે આદિવાસીઓ માટે આ ગાય આર્શિવાદ સમાન છે.