Not Set/ ગીરના સિંહોની પજવણીનો વીડિયો વાયલર કરનારની થઇ ધરપકડ

ગીરમાં સિંહોની પજવણીનાં કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે વધુ એક સિંહોની પજવણીનાં કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વનવિભાગે હોટલ પ્રાઇડના સંચાલકની ધરપકડ કરી હોટલને સીલ મારી દીધું છે, આપને જણાવીએ કે મહેન્દ્રસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યા હતા અને 999 રૂપિયામાં નાઈટ સફારી અને સિંહ જોવા માટેની ઓફર આપી હતી. જેના […]

Gujarat Others
wo 5 ગીરના સિંહોની પજવણીનો વીડિયો વાયલર કરનારની થઇ ધરપકડ

ગીરમાં સિંહોની પજવણીનાં કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે વધુ એક સિંહોની પજવણીનાં કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વનવિભાગે હોટલ પ્રાઇડના સંચાલકની ધરપકડ કરી હોટલને સીલ મારી દીધું છે,

આપને જણાવીએ કે મહેન્દ્રસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યા હતા અને 999 રૂપિયામાં નાઈટ સફારી અને સિંહ જોવા માટેની ઓફર આપી હતી.

જેના પર વનવિભાગની નજર જતા તેની ધરપકડ કરીને મેંદરડા કોર્ટમાં હાજર કર્યો હતો, ગીરમાં રાતના સમયે ગેરકાયદેસર લાયન શો થઇ રહ્યાં છે અને સિંહોની પજવણી થઇ રહી છે, જેની સામે વનવિભાગ છેલ્લા કેટલાક સમયથી એવા તત્વોને શોધી રહી છે જે રૂપિયા લઇને લાયન શો બતાવી રહ્યાં છે.

ગીરના જંગલમાં રાતના સમયે પ્રવેશ પર પ્રતિબંધ હોવા છંતા કેટલાક તત્વો દ્વારા જિપ્સી અને બાઇક લઇને પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે, ત્યારે પહેલી જ વખત કોઇ હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવતા ગેરકાયદેસર લાયન શો કરાવનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.