ખુશખબર/ ગુજરાત સરકારે ટેટ 1-2ની પરિક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર,જાણો વિગત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે સત્તાપક્ષ ભાજપે સત્વરે વિકાસ અને રોજગારી લક્ષી અભિગમ અપનાવીને તાબડતોબ કામ હાથ ધર્યું છે

Top Stories Gujarat
10 10 ગુજરાત સરકારે ટેટ 1-2ની પરિક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર,જાણો વિગત
    • સરકારે જાહેર કરી ટેટની પરીક્ષા
    • 17 ઓક્ટોબર ટેટ 1-2ની પરીક્ષા જાહેર
    • 21 ઓક્ટોબરથી ભરી શકાશે ફોર્મ
    • ફેબ્રુઆરી માર્ચ 2023માં લેવાશે પરીક્ષા

 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે સત્તાપક્ષ ભાજપે સત્વરે વિકાસ અને રોજગારી લક્ષી અભિગમ અપનાવીને તાબડતોબ કામ હાથ ધર્યું છે.આજે શિક્ષણ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટેટ-1 અને 2 ની પરિક્ષાનો  કાર્યક્રમ  જાહેર કરવામાં આવ્યાે છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આની જાહેરાત કરી હતી. શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ હોવી ફરજીયાત છે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

 

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મને એવું લાગે છે કે આ વખતે 3.5 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરશે. 17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી  5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો 7 ડિસેમ્બર, 2022થી 12 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે.

શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સરળતા રહે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા  મુજબદિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સંસ્થાઓમા ભરતી પ્રક્રિયા ઝડપી થશે. આપને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી દિવ્યાંગને ભણાવવા માટે શિક્ષકને જરૂરિયાત મુજબ તાત્કાલિક ખાલી જગ્યામાં ભરી  દેવામાં આવશે. જેનો ફાયદો દિવ્યાંગોને ઝડપી અને સારા શિક્ષણના રૂપમાં થશે