Not Set/ ખેડૂતો પાક નુકસાનની ફરિયાદ આ ટોલ ફ્રી નંબર કરી શકશે, 30 દિવસમાં ચૂકવાશે વળતર

રાજ્યમાં ક્યાર વાવાઝોડુ અને કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી છે.વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે જે ખેડૂતોને નુકસાન થયું હોય તેમની ફરિયાદ માટે ખાસ ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી છે. મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાજ્યના 156 તાલુકામાં કમોસમી વરસાદની અસર થઈ […]

Top Stories Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahia 15 ખેડૂતો પાક નુકસાનની ફરિયાદ આ ટોલ ફ્રી નંબર કરી શકશે, 30 દિવસમાં ચૂકવાશે વળતર

રાજ્યમાં ક્યાર વાવાઝોડુ અને કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી છે.વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે જે ખેડૂતોને નુકસાન થયું હોય તેમની ફરિયાદ માટે ખાસ ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી છે.

મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાજ્યના 156 તાલુકામાં કમોસમી વરસાદની અસર થઈ છે. 1 ઈંચથી વધારે વરસાદ થયેલા 18 જિલ્લાના 44 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

WhatsApp Image 2019 10 31 at 5.13.00 PM ખેડૂતો પાક નુકસાનની ફરિયાદ આ ટોલ ફ્રી નંબર કરી શકશે, 30 દિવસમાં ચૂકવાશે વળતર

કૃષિ વિભાગ દ્વારા કયા જિલ્લાના કયા ખેડૂતે કઈ વીમા  કંપનીના ટોલ ફ્રી નંબર પર ફોન કરવાનો તેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ નંબર પર કમોસમી વરસાદમાં ભોગ બનનાર ખેડૂતોએ ફરિયાદ કરીને પોતાના વિસ્તારની પોતાના થયેલા નુકસાનની ફરિયાદ કરવાની રહેશે અને વીમા કંપની તો જ માન્ય રાખશે.

પુનમચંદ પરમારે જણાવ્યું કે  કમોસમી વરસાદથી તાજેતરમાં જ નુકસાન થયું છે તેમાં વળતર 25 થી 30 દિવસની અંદર આપી દેવામાં આવશે.

પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતો માટે પણ રાજ્ય સરકારે પાક નુકસાનીની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તે ફોન કરીને અરજી નોંધાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.