ગુજરાત/ સરકાર હવે ખોટા ખર્ચા કરશે બંધ ; લીધા આ મહત્વના નિર્ણયો…..

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 10 વર્ષના કેલેન્ડર સિવાયની કોઈ પણ પ્રકારની નવી ભરતી કરવામાં નહીં આવે

Gujarat
Untitled 583 સરકાર હવે ખોટા ખર્ચા કરશે બંધ ; લીધા આ મહત્વના નિર્ણયો.....

ગુજરાતમાં  નવા મુખ્યમંત્રીની  વરણી થયા  બાદ હવે  ચુંટણી ને   જયારે વર્ષ બાકી છે ત્યારે  રાજકીય પક્ષો  તૈયારીઓ માં કરવામાં વ્યસ્ત થઇ ગયા છે .  જે અંતર્ગત હવે   રાજ્ય સરકાર બજેટમાં પણ કાપ મુકવાનું વિચારી રહી છે. અને તમામ ખર્ચાઓ પર પણ નિયંત્રણ લગાવવામાં આવશે. આ વિશે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :પેટા ચૂંટણી / કેરળ અને પશ્વિમ બંગાળની રાજ્યસભાની પેટા ચૂંટણીની જાહેરાત,29 નવેમ્બરે મતદાન

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 10 વર્ષના કેલેન્ડર સિવાયની કોઈ પણ પ્રકારની નવી ભરતી કરવામાં નહીં આવે. અપવાદરૂપ કેસમાં જ નવી ભરતી જાહેર કરવામાં આવશે. બને ત્યાં સુધી આઉટસોર્સીંગ ભરતી પર જ ધ્યાન દેવામાં આવશે. આ અંગે તમામ વિભાગોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો ;વાર-પલટવાર / મમતા પર પલટવાર કરીને કોંગ્રેસે કહ્યું પાર્ટી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે અને રહેશે

મોટો નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે સરકાર હવે નવા વાહનોની ખરીદી ઉપર પણ કાપ મુકશે. અને નાના વિભાગને પણ વાહનોની ખરીદી પર નિયંત્રણ રાખવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. બને ત્યાં સુધી ભાડાના વાહનો રાખવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો ;ઐતિહાસિક ઘટના / સોમનાથ મંદિરમાં સૌપ્રથમવાર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી