Not Set/ સરકાર દ્વારા રાજ્યના વધારે 25 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થઇ શકે છે …

રાજ્યમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે સરકારે 51 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. ત્યારે વધુ તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા જુદા જુદા જિલ્લાઓમાંથી માંગ ઉઠી છે. જેને લઈને સરકારે વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા કે નહીં તેને લઈને બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં 12 ઈંચ એટલે કે 300 […]

Top Stories Gujarat
rupani k8IE સરકાર દ્વારા રાજ્યના વધારે 25 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થઇ શકે છે ...

રાજ્યમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે સરકારે 51 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. ત્યારે વધુ તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા જુદા જુદા જિલ્લાઓમાંથી માંગ ઉઠી છે. જેને લઈને સરકારે વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા કે નહીં તેને લઈને બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં 12 ઈંચ એટલે કે 300 મીલીમીટર વરસાદ પડ્યો હોય તેવા તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આવા તાલુકાઓની વિગતો જુદા જુદા જિલ્લાઓમાંથી મંગાવવામાં આવી છે.

ત્યારે જો આ નિર્ણય લેવાશે તો વધુ 25 જેટલા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાઈ શકે છે. સીએમની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.