Not Set/ દેવાના ડુંગર તળે દબાયેલી ગુજરાત કોંગ્રેસ પ્રજા પાસેથી ઉઘરાવશે નાણાં

લગભગ છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તા વિહોણી કોંગ્રેસ નાણાં ભીડમાં સપડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી લડવા માટે કોંગ્રેસે મોંઘવારીથી પીડિત પ્રજા પાસેથી પૈસા ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે. હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે 25 કરોડ રૂપિયા એકઠા કરવાની સૂચના આપી છે. ગાંધી જયંતીના દિવસથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જનસંપર્ક સાથે ધનસંગ્રહ અભિયાન પણ […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
DTqpFB9VAAAr7We દેવાના ડુંગર તળે દબાયેલી ગુજરાત કોંગ્રેસ પ્રજા પાસેથી ઉઘરાવશે નાણાં

લગભગ છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તા વિહોણી કોંગ્રેસ નાણાં ભીડમાં સપડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી લડવા માટે કોંગ્રેસે મોંઘવારીથી પીડિત પ્રજા પાસેથી પૈસા ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે.

હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે 25 કરોડ રૂપિયા એકઠા કરવાની સૂચના આપી છે. ગાંધી જયંતીના દિવસથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જનસંપર્ક સાથે ધનસંગ્રહ અભિયાન પણ શરુ કરવામાં આવશે.

Gujarat congress l ie 1 e1538217443887 દેવાના ડુંગર તળે દબાયેલી ગુજરાત કોંગ્રેસ પ્રજા પાસેથી ઉઘરાવશે નાણાં

આ અભિયાનમાં 50 હજાર બૂથો પર જઈને કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસની પત્રિકા સાથે નાણાં ઉઘરાવવાની 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની કુપનો વેચશે.

કોંગ્રેસના ખજાનચી એહમદ પટેલે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને બૂથ દીઠ 5000 રૂપિયા ઉઘરાવવાનો આદેશ કર્યો છે. ગુજરાતમાં 50,424 બૂથ આવેલા છે. જે મુજબ ગુજરાત કોંગ્રેસે 25 કરોડ 21 લાખ 20 હજાર રૂપિયા એકત્રિત કરવાના રહેશે.

BL01 AHMED e1538217472353 દેવાના ડુંગર તળે દબાયેલી ગુજરાત કોંગ્રેસ પ્રજા પાસેથી ઉઘરાવશે નાણાં

જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ દેવાના ડુંગર તળે દબાયેલી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 7 કરોડ રૂપિયાનું દેવું થયું હોવાની ચર્ચા છે. આ દેવું પણ હજુ ભરપાઈ થઇ શક્યું નથી.