Not Set/ કૃષિને ભારે નુકસાન કર્યું છે ગુજરાતની આ 20 પ્રદુષિત નદીઓએ

ગુજરાતના કરોડો લોકોના સ્વાસ્થ જોખમમાં મુકાઈ રહ્યા છે.કેન્દ્ર સરકારના વન પર્યાવરણ ખાતાના એક અહેવાલ પ્રમાણે ગુજરાતની 20 નદીઓ ભારે પ્રદુષિત છે. ગત વર્ષે  લોકસભામાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા અહેવાલ રજૂ કરાયો હતો. આ અહેવાલમાં  એવો દાવો કરાયો છે કે, ગુજરાતમાં 20 પ્રદૂષિત નદીઓ આવેલી છે, જેમાં સાબરમતી, ભાદર, નર્મદા, મહી જેવી […]

Ahmedabad Gujarat
maya 24 કૃષિને ભારે નુકસાન કર્યું છે ગુજરાતની આ 20 પ્રદુષિત નદીઓએ

ગુજરાતના કરોડો લોકોના સ્વાસ્થ જોખમમાં મુકાઈ રહ્યા છે.કેન્દ્ર સરકારના વન પર્યાવરણ ખાતાના એક અહેવાલ પ્રમાણે ગુજરાતની 20 નદીઓ ભારે પ્રદુષિત છે. ગત વર્ષે  લોકસભામાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા અહેવાલ રજૂ કરાયો હતો.

આ અહેવાલમાં  એવો દાવો કરાયો છે કે, ગુજરાતમાં 20 પ્રદૂષિત નદીઓ આવેલી છે, જેમાં સાબરમતી, ભાદર, નર્મદા, મહી જેવી મોટી નદીઓનો પણ સમાવેશ થાય છે. સાબરમતી નદી ગુજરાતની 20 સૌથી પ્રદૂષિત નદીઓ પૈકીની ટોચ પરની છે. આ ઉપરાંત ગુજરાત સૌથી વધુ પ્રદૂષિત નદીઓની સાથે ટોચના પાંચ રાજ્યોમાં ચોથા સ્થાન પર છે.

આ  20 પ્રદુષિત નદીઓ લાખો હેક્ટર ખેતીને બદબાદ કરી રહી છે. જેના કારણે કૃષિ ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે.અહેવાલ પ્રમાણે રાજ્યમાં ગટરના પાણીની પણ ખેતી કરવામાં આવી રહી છે. તેમાંથી બનતા પાક ખાવા લાયક નથી છતાં તે ખાવા માટે આપવામાં આવી રહ્યાં છે.

મંત્રાલયના આંકડા અનુસાર, સાબરમતી અને મિંઢોળા નદીઓમાં પ્રદૂષણ થતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં જેતપુર અને સારણ ગામ વચ્ચે ભાદર નદીની પ્રદૂષિતતા દેશના ત્રીજા ક્રમે આવે છે. જયારે ખેરોજ અને વૌઠા વચ્ચે સાબરમતી નદીના પાણીનો પ્રવાહ દેશના સૌથી વધુ પ્રદૂષિત પાણી પૈકીનો એક હતો. ભાદર નદીને શુદ્ધ કરવા  આંદોલન કર્યું હતું ભાદર અને ભોગાવો નદીનો પ્રદૂષિત નદીમાં સમાવેશ થાય છે. જેમાં રાજકોટ જિલ્લાની ભાદર નદીને શુદ્ધ કરવા માટે સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું. જેના લીધે રાજ્યના વહીવટી તંત્ર માં હોહા મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.