Not Set/ હાર્દિક પટેલ પર હુમલાનો મામલો – જાણો શું કહ્યું ગુજરાતના CM વિજય રૂપાણીએ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ એક સભાને સંબોધિત કરી રહ્યો હતો ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલને તરુણ નામના યુવાને થપ્પડ મારી હતી. હાર્દિક પટેલને થપ્પડ મારવાનો કિસ્સો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકને […]

Top Stories
rer 13 હાર્દિક પટેલ પર હુમલાનો મામલો – જાણો શું કહ્યું ગુજરાતના CM વિજય રૂપાણીએ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ એક સભાને સંબોધિત કરી રહ્યો હતો ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલને તરુણ નામના યુવાને થપ્પડ મારી હતી. હાર્દિક પટેલને થપ્પડ મારવાનો કિસ્સો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકને સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાર્દિક પટેલ પર થપ્પડની ઘટનાને મુખ્યમંત્રી વિજયરૂપાણીએ વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે

જે થયું છે તે ખોટું થયું છે. આ પ્રકારની હરકત લોકશાહીમાં શોભે નહીં. હાર્દિક પટેલ પર થયેલ હુમલા બાબતે ભાજપને કોઇ લેવાદેવા નથી. હાર્દિક પટેલ પર થયેલ હુમલો સહાનુભૂતિ લેવા માટે કરાયો છે. વિરોધ કરવો હોય તો ગાંધી વિચારમાર્ગે થાય. પરંતુ જે નિવેદનો જેમને કર્યા છે કે પછી જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એ સ્પષ્ટ છે કે  આ અંગત દ્વેષ થી  કોઇ અંગત રીતે ઝઘડો છે. ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળગતું નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી હાર્દિક ગુજરાતમાં સભા કરે છે પરંતુ આવું ક્યારેય બન્યું નથી. ચૂંટણીમાં 3 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસને સહાનુભૂતિ મળતી નથી. તે માટે આ પ્રકારના બનાવોનો લાભ લઇને સહાનૂભૂતિ મેળવવાનો પ્રયાસ છે પરંતુ કોંગ્રેસ તેમાં સફળ થશે નહીં.

ગુજરાતના CM વિજય રૂપાણીએ શું કહ્યું ? અહીંયા જુઓ વીડિયો