Not Set/ કેજરીવાલને અભિનંદન પાઠવતાં ફસાયો હાર્દિક પટેલ, પત્નીએ કર્યો હતો ગુમ થયાનો આક્ષેપ

રાજ્યના પાટીદાર નેતા હાર્દિક પટેલ 18 જાન્યુઆરી ક્યાંક ગુમ થઈ ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે હાર્દિકની પત્ની કિંજલ પટેલે ગુજરાત પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરંતુ હાર્દિક પટેલ અને તેની પત્નીના આક્ષેપોની પોલ ત્યારે ખુલી જ્યારે તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થવા બદલ અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યું. […]

Top Stories Gujarat Others
Untitled 119 કેજરીવાલને અભિનંદન પાઠવતાં ફસાયો હાર્દિક પટેલ, પત્નીએ કર્યો હતો ગુમ થયાનો આક્ષેપ

રાજ્યના પાટીદાર નેતા હાર્દિક પટેલ 18 જાન્યુઆરી ક્યાંક ગુમ થઈ ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે હાર્દિકની પત્ની કિંજલ પટેલે ગુજરાત પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરંતુ હાર્દિક પટેલ અને તેની પત્નીના આક્ષેપોની પોલ ત્યારે ખુલી જ્યારે તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થવા બદલ અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યું.

હાર્દિક પટેલે અરવિંદ કેજરીવાલને જીતના અભિનંદન પાઠવતા ટ્વીટ કરતા લખ્યું- અભિનંદન… અભિનંદન… ફરી એકવાર અભિનંદન. દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક અભિનંદન.

ઉલ્લેકનીય વાત એ છે કે હાર્દિક પટેલના ગુમ થયાના સમાચાર બાદ સમગ્ર ગુજરાતમાં હલચલ મચી ગઈ હતી. હાર્દિકની પત્ની કિંજલ પટેલે પાટીદાર નેતા ગાયબ થવા પાછળ રાજ્ય સરકારની મશીનરી પર આરોપ લગાવ્યો હતો. જો કે ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલે કિંજલ પટેલે કરેલા તમામ આરોપોને નકારી દીધા હતા.

આપને જણાવી દઇએ કે કિંજલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી મશીનરી મારા પતિ અને પરિવારને બિનજરૂરી રીતે સતાવે છે. મારા પતિ વિરુદ્ધ કોઈ પુરાવા વિના રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે, જે સરકારનો ખોટો હેતુ સીધો બતાવે છે.

જણાવી દઈએ કે, 2015 માં પટેલ અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલ સતત કાનૂની પ્રશ્નોમાં ફસાઇ રહ્યો છે. હાર્દિક પર અત્યાર સુધીમાં 20 થી વધુ કેસ નોંધાયા છે. રાજદ્રોહ અને શાંતિના મોટાભાગના કેસો આ કેસોમાં નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.