Gujarat election 2022/ સીઆર પાટિલે મોડીરાત્રે વિધાનસભા બેઠકના કન્ફોર્મ ઉમેદવારોને ફોન કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત AIMIM દ્વારા પણ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યાં દરેક પાર્ટીઓ વિવિધ સક્ષમ નામોને ઉમેદવારી યાદી કરી રહી છે

Top Stories Gujarat
BJP CEC meeting
  • ભાજપ ઉમેદવારોને લઇ સૌથી મોટા સમાચાર
  • C.R.પાટીલે મોડી રાત્રે જ કન્ફોર્મ ઉમેદવારોને કર્યા ફોન
  • પાટીલે ફોન કરીને ઉમેદવારોને તૈયારી કરવા કહ્યું
  • આજે થવાની છે ઉમેદવારોના નામની યાદી
  • 50થી વધુ ઉમેદવારોને ફોન કરી જાણ કરાઇ:સુત્રો
  • વલસાડ બેઠક પર ભરત પટેલને કરાયા રિપિટ
  • પારડી બેઠક પર કનુ દેસાઇને કરાયો ફોન
  • ઉમરગામ માટે રમણ પાટકરને કરાયો ફોન
  • કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને મળશે ટિકીટ
  • અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલની નામ પર ફોન
  • વાગરા માટે અરુણસિંહ રાણા ફાઇનલ
  • જબુંસર. ડી.કે સ્વામીની ફાઇનલ
  • ભરૂચ બેઠક માટે રમેશ મિસ્ત્રીને ફાઇનલ
  • ઝઘડિયા માટે રીતેશ વસાવાના નામ પર મોહર
  • વાગરા માટે અરુણસિંહ રાણા ફાઇનલ
  • નવસારીમાં રાકેશ દેસાઈને ફાઇનલ
  • ગણદેવી બેઠક પર મંત્રી નરેશ પટેલને રીપીટ
  • જલાલપોર બેઠક પર આર.સી.પટેલને રીપીટ
  • ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીને ફાઇનલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત AIMIM દ્વારા પણ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યાં દરેક પાર્ટીઓ વિવિધ સક્ષમ નામોને ઉમેદવારી યાદી કરી રહી છે. ત્યારે ભાજપે પણ યાદી જાહેર કરવા માટે ગઇકાલે મેરેથોન બેઠક કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં  ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. આજે ગુરૂવારે સવારે 10 થી 11 કલાકે એટલે સવારે નામની યાદી જાહરે કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મોડી રાત્રે જ જે ઉમેદવાર ટિકિટ માટે કન્ફોર્મ છે તેમને ફોન કરીને તૈયારીઓ કરવા માટે જાણ કરી હતી.50થી વધુ  ઉમેદવારોને ફોન કરીને જાણ કરાઇ છે. આ અંગેની જાણ વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે 50થી વધુ ઉમેદવારને ફોન કરીને ટિકિટ કર્ન્ફોમ ઉમેદવારને જાણ કરી હતી, વલસાડ બેઠક પર ભરત પટેલને કરાયા રિપીટ, પારડી બેઠક પર કનુ દેસાઇ,ઉમરગામ માટે રમણ પાટકર અને કપરાડા બેઠક પર જીતી ચોધરીને ટિકિટ ફાળી દેવામાં આવી દેવામાં આવી છે  પરતું સત્તાવાર યાદી 10 વાગે આવશે.