Saurashtra rain/ સૌરાષ્ટ્રમાં ભાદર-ટુ ડેમ છલકાતા 19 ગામમાં હાઇ એલર્ટ, મચ્છુ ડેમનો દરવાજો પણ ખોલાયો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના લીધે ભાદર-ટુ ડેમ છલકાઈ ગયો છે. તેના લીધે પોરબંદરના ઘેડ વિસ્તારમાં 19 ગામને હાઇ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ગ્રામજનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેની સાથે એનડીઆરએફની ટીમ પણ ખડે પગે ગોઠવી દેવામાં આવી છે.

Gujarat Trending Breaking News
Beginners guide to 89 સૌરાષ્ટ્રમાં ભાદર-ટુ ડેમ છલકાતા 19 ગામમાં હાઇ એલર્ટ, મચ્છુ ડેમનો દરવાજો પણ ખોલાયો

Saurashtra News: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના લીધે ભાદર-ટુ ડેમ છલકાઈ ગયો છે. તેના લીધે પોરબંદરના ઘેડ વિસ્તારમાં 19 ગામને હાઇ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ગ્રામજનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેની સાથે એનડીઆરએફની ટીમ પણ ખડે પગે ગોઠવી દેવામાં આવી છે.

મોરબીમાં પણ ભારે વરસાદના લીધે મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાયો છે. અત્યાર સુધીમાં કુલ બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક છે. જેથી મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ પડ્યો હતો.

સોરઠમાં ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું હતું, માણાવદર ઉપરાંત માળિયા હાટીનામાં આજે સાંજે 6થી 8 વચ્ચે ધોધમાર વધુ 3 ઈંચ સાથે 8 ઈંચ વરસાદ વરસ્યોહતો.  જુનાગઢમાં 10 ઈંચ, વંથલીમાં 12 ઈંચ, મેંદરડામાં 11 ઈંચ, વિસાવદરમાં અને કેશોદ તાલુકામાં 9 ઈંચ, ભેંસાણમાં 8 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં અતિશય ભારે વરસાદ આજ સાંજ સુધીમાં નોંધાયા બાદ પણ વરસાદ જારી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વરસાદના લીધે પગથિયા પર વહેતા પાણીથી સર્જાયા રમણીય દ્રશ્યો

આ પણ વાંચો: પોલીસની સરાહનીય કામગીરી, ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું

આ પણ વાંચો: પાંચ-પાંચ જિલ્લાની પોલીસ ઊંઘતી રહી અને દારૂ ભરેલી ફોરચ્યુનર બોપલ પહોંચી