Not Set/ બનાસકાંઠા : પતિએ ગળુ દબાવીને પત્નીની કરી હત્યા, જાનવરોએ ફાડી ખાધી લાશ

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હત્યા થવાની ઘટના સામે આવી છે.એક પતિએ પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીને મારી નાંખ્યા બાદ પતિએ તેની લાશને અવાવરી જગ્યાએ ફેંકી દીધી હતી. તેની પત્ની નહીં મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. આજે ડીસાના ભોંયણ ગામની સીમમાંથી યુવતી લાશ મળી આવી છે. યુવતીની હત્યાના […]

Top Stories Gujarat Others
aaaamp 8 બનાસકાંઠા : પતિએ ગળુ દબાવીને પત્નીની કરી હત્યા, જાનવરોએ ફાડી ખાધી લાશ

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હત્યા થવાની ઘટના સામે આવી છે.એક પતિએ પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીને મારી નાંખ્યા બાદ પતિએ તેની લાશને અવાવરી જગ્યાએ ફેંકી દીધી હતી.

તેની પત્ની નહીં મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. આજે ડીસાના ભોંયણ ગામની સીમમાંથી યુવતી લાશ મળી આવી છે. યુવતીની હત્યાના પગલે દલિત સમાજના લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

 હત્યા કર્યાના 9 દિવસ સુધી લાશ અવાવરી જગ્યાએ પડી રહી હોવાથી જાનવરોએ તેને ફાડી ખાધી હતી જેના કારણે મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.

પતિએ પત્નીને મારીને લાશ ફેંકી દીધી હતી. દરમિયાન પોલીસને મળી આવેલી લાશ વિકૃત સ્થિતિમાં હતી. પ્રાથમિક અહેવાલ મુજબ લાશને જાનવોરએ ફાડી દીધી છે.

આપને જણાવીએ કે પરીણિતાના પરિવારજનોએ આ કેસમાં પતિને ફાંસીની સજાની માંગણી કરી છે.

આ અંગે જાણકારી મળતાની સાથે જ ડીસા તાલુકા પોલીસ અને એફ.એસ.એલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.