Not Set/ કાલે PAAS ની મહત્વની બેઠક: હાર્દિક, જયેશ પટેલ સહિતના કન્વીનરો રહેશે ઉપસ્થિત

25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનની તૈયારી અંગે થશે ચર્ચા અમદાવાદ: અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ (PAAS)ની એક મહત્વની બેઠક મળનારી છે. આ બેઠકમાં હાર્દિક પટેલ, જયેશ પટેલ, સહિતના કન્વીનરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ઉપવાસ આંદોલન અંગે તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ– પાસ (PAAS)ની એક અગત્યની બેઠક અમદાવાદ શહેરના પૂર્વ […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
Important meeting of PAAS tomorrow: Hardik, Jayesh Patel, will be present at the conventions

25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનની તૈયારી અંગે થશે ચર્ચા

અમદાવાદ: અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ (PAAS)ની એક મહત્વની બેઠક મળનારી છે. આ બેઠકમાં હાર્દિક પટેલ, જયેશ પટેલ, સહિતના કન્વીનરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ઉપવાસ આંદોલન અંગે તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિપાસ (PAAS)ની એક અગત્યની બેઠક અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં તા. ૨૮ જુલાઈને આવતીકાલે શનિવારે મળનાર છે. આ બેઠકમાં હાર્દિક પટેલ, જયેશ પટેલ સહિતના પાસના કન્વીનરો ઉપસ્થિત રહેશે.

હાર્દિક પટેલ દ્વારા જાહેરાત કરાયેલા ૨૫ ઓગસ્ટથી શરુ કરવામાં આવનાર ઉપવાસ આંદોલનની તૈયારીના ભાગરૂપે આ બેઠક મળનારી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આ બેઠકમાં ઉપવાસ આંદોલન અંગેની તૈયારી માટે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં ઉપવાસ આંદોલન ઉપરાંત ‘પાસ’ની આગામી રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ ઉપવાસ આંદોલન ઉપરાંત અન્ય મુદ્દાઓ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામતના મુદ્દાને લઈને ફરી એક વખત આગામી તા. ૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ફરી એક વખત અનામતને મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એટલું જ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની જાહેરાતના પગલે ખાસ કરીને ગુજરાત ભાજપના નેતાઓ જાગૃત બની ગયા છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેવા પરિણામો ના આવે તેની માટે સતર્ક બન્યા છે.