Not Set/ 6 મહિનાથી ઝાડ પર લટકી રહ્યો છે યુવકનો મૃતદેહ,મા બાપ કરી રહ્યા છે લાશનું જતન

દેશમાં ઘણી અજીબોગરીબ પ્રથાનું આંધળું અનુકરણ કરવાવાળો મોટો વર્ગ છે.ખાસ કરીને આદિવાસી સમાજમાં પરંપરાનું ઘણું મહત્વ છે. આજે આવી જ એક અજીબોગરીબ પરંપરાની અમે તમને વાત કરવાના છીએ જે જાણી તમે દંગ રહી જશો.બનાસકાંઠાના આદિવાસી ગામ ટાઢી વેદીમાં એક શબ છેલ્લા 6 મહિનાથી લીમડામાં એક ઝાડ પર લટકી રહ્યું છે.ચાદરમાં લપેટેલું શબ ભાટિયા ભીયા ગમાર […]

Top Stories Gujarat Others
ad 3 6 મહિનાથી ઝાડ પર લટકી રહ્યો છે યુવકનો મૃતદેહ,મા બાપ કરી રહ્યા છે લાશનું જતન

દેશમાં ઘણી અજીબોગરીબ પ્રથાનું આંધળું અનુકરણ કરવાવાળો મોટો વર્ગ છે.ખાસ કરીને આદિવાસી સમાજમાં પરંપરાનું ઘણું મહત્વ છે. આજે આવી જ એક અજીબોગરીબ પરંપરાની અમે તમને વાત કરવાના છીએ જે જાણી તમે દંગ રહી જશો.બનાસકાંઠાના આદિવાસી ગામ ટાઢી વેદીમાં એક શબ છેલ્લા 6 મહિનાથી લીમડામાં એક ઝાડ પર લટકી રહ્યું છે.ચાદરમાં લપેટેલું શબ ભાટિયા ભીયા ગમાર નામના યુવકનું છે. જેનું મૃત્યુ જાન્યુઆરીના શરૂઆતમાં જ થઇ ગયું હતું.

આ ગામ બનાસકાંઠા જીલ્લાના પોશિના તાલુકામાં ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી 2 કિલોમીટર દૂર આવેલું છે. જણાવીએ કે ગમારના મૃતદેહને ઝાડ સાથે લટકાવ્યા બાદ તેના પરિવારજનો તેમનું જીવન પહેલાની જેમ જીવવા લાગ્યા છે.

આપને જણાવી દઈએ કે 22 વર્ષીય ગમારનો મૃતદેહ પહેલા પોશિના નજીક એક ઝાડ પર લટકતો મળ્યો હતો.તેમના પિતા મેમનભાઈએ સ્વીકારી ચુક્યા છે કે તેમના પુત્રએ આત્મહત્યા કરી છે.પરતું તેમના બાકીના સંબંધીઓ એ માનવા તૈયાર જ નથી કે તેમના દીકરાએ આત્મહત્યા કરી છે.

મૃતક ભાટિયા ગમાર વિશે તેના કુટુંબીજનોનું એવું માનવું છે કે તેની કોઈ હત્યા કરી નાખી છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, તે જેને પ્રેમ કરતો હતો તેના પરિવારજનોએ તેની હત્યા કરી દીધી છે.

ગમારના પિતરાઈ નિમેશે જણાવ્યું છે કે, “મૃતદેહ પર મારપીટના નિશાન હતા. તેના ચહેરા પર કોઈ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. ગમાર જેને પ્રેમ કરતો હતો તે છોકરીના પરિવારજનોએ  ગામરને ઘમકી આપી હતી કે જો તે તેણી સાથેના સંબંધોને આગળ વધારશે તો, ગંભીર પરિણામો ભોગવા તૈયાર રહેવું પડશે.

ભાટિયાની માતા હીરા ગમારે કહ્યું કે “મારો દીકરો ભાટિયા નજીકના આંજણા ગામના મશરૂભાઈ ગમારની દીકરીના પ્રેમમાં હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. અમે લગ્ન કરાવવાં રાજી હતાં. “ગયા વર્ષે ચિત્રવિચિત્રના મેળામાં એ બંને લગ્ન કરવાનાં હતાં પણ ભાટિયાને કામ ન મળ્યું એટલે એણે હિંમત ના કરી.બંનેનું પ્રેમ પ્રકરણ ચર્ચાઈ ગયું હતું એટલે સમાજે અમારો બહિષ્કાર કર્યો પણ મારો દીકરો ભાટિયા અને મશરૂની દીકરી વચ્ચે પ્રેમ એવો જ હતો.મશરૂ અને એના છોકરાઓએ મારા દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી અને 22 ડિસેમ્બરે દીકરાનો મૃતદેહ ગામના પાદરે ઝાડ પર લટકતો મળ્યો હતો.

ધ્રૂજતા અવાજે હીરા ગમારે વાત આગળ વધારતાં કહ્યું, “અમે પોલીસ ફરિયાદ કરી તો પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો. અમે તેની વિરુદ્ધમાં ચડોતરૂં કર્યું છે.પણ ગામના લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે એટલે 39 દિવસથી મૃતદેહ ઝાડ પર લટકે છે પણ કોઈ પૂછવા આવતું નથી.

છેલ્લા 6 મહિનાથી ગામરનો મૃતદેહ ઝાડ પર લટકેલો છે…..

ગામરનો મૃતદેહ જમીનથી આશરે 15 ફૂટની ઊંચાઈએ લટકી રહ્યો છે. ગામરની એક કાકીનું કહેવું છે કે  “આ દ્રશ્ય જોઈ કોઈ ભાગ્યે જ વિચલિત થઈ જશે કારણ કે અહીં આ પ્રથા સામાન્ય છે. આ વિસ્તારોમાં લોકો આ જ રીતે ન્યાયની માંગ કરી રહ્યા છે.”

પોલીસની પ્રારંભિક તપાસ પછી ગમારની હત્યાના સંકેત મળ્યા નહોતા.સ્થાનિક પોલીસે અકસ્માતમાં મૃત્યુનો કેસ નોંધાવ્યો હતો. પરંતુ પરિવારજનોને પોલીસ તપાસથી કંઇક ખાસ નિસ્બત નથી, તેઓ સમાજના ન્યાયમાં વિશ્વાસ ધરાવે છે. તેઓએ કહ્યું કે, “જેણે આ કાર્ય કર્યું છે તેને આગળ આવવું જોઈએ અને પરિણામનો સામનો કરવો જોઈએ.” ત્યાં સુધી, મૃતદેહ લટકતો રહેશ અને ન્યાય માટે ચીસો પડતો રહેશે.