Not Set/ ઈશરત જહાં એન્કાઉન્ટર મામલો : સીબીઆઈએ રિપોર્ટ રજુ કરવા માંગ્યો સમય

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની સીબીઆઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં ડી.જી.વણઝારા, તરુણ બારોટ, એન.કે.અમીન અને જી.એલ.સિંગલ સીબીઆઈ કોર્ટમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે સરકારી અધિકારીઓની ધરપકડ પહેલા રાજ્ય સરકાર અને ઉપરી અધિકારીની મંજૂરી લેવાની હોય છે. ચાર્જશીટ રજુ કરતા પહેલા સેન્ટ્રલ ગવર્મેંન્ટ થી પરવાનગી લીધી છે કે નહીં, તે સંદર્ભે કોર્ટ માં સુનાવણી […]

Ahmedabad Top Stories Gujarat
DG Vanzara ઈશરત જહાં એન્કાઉન્ટર મામલો : સીબીઆઈએ રિપોર્ટ રજુ કરવા માંગ્યો સમય

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની સીબીઆઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં ડી.જી.વણઝારા, તરુણ બારોટ, એન.કે.અમીન અને જી.એલ.સિંગલ સીબીઆઈ કોર્ટમાં હાજર રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે સરકારી અધિકારીઓની ધરપકડ પહેલા રાજ્ય સરકાર અને ઉપરી અધિકારીની મંજૂરી લેવાની હોય છે. ચાર્જશીટ રજુ કરતા પહેલા સેન્ટ્રલ ગવર્મેંન્ટ થી પરવાનગી લીધી છે કે નહીં, તે સંદર્ભે કોર્ટ માં સુનાવણી દરમિયાન સીઆરપીસીની કલમ 197 મુજબ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે.

સીબીઆઈ દ્વારા આ રિપોર્ટ રજુ કરવા માટે વધારે સમય માંગવામાં આવ્યો હતો. આ કેસ અંગે વધારે સુનાવણી હવે 22મી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, આ પહેલા 7 ઓગસ્ટના રોજ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એન.કે.અમીન અને ડી.જી.વણઝારા તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી.