Not Set/ અમદાવાદ: 4 સ્થળો પર આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન,175 કરોડના હિસાબી ગોટાળા ઝડપાયા

અમદાવાદ, અમદાવાદમાં 4 અલગ સ્થળો પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુંહતું. જેમાં 3 બિલ્ડરના કરોડોના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે.ત્રણેય બિલ્ડરના મળીને કુલ રૂપિયા 175 કરોડના હિસાબી ગોટાળા ઝડપાયા છે.જેમાં રાજ યશ બિલ્ડર, સમર્થ બિલ્ડર અને સિલ્વર ઇન્ફ્રા સામે કાર્યવાહીકરવામાં આવી છે. રાજ યશ બિલ્ડરનાં રૂપિયા 100 કરોડના બિનહિસાબી વ્યવહારોઝડપાયા છે તો સિલ્વર […]

Ahmedabad Gujarat
qw અમદાવાદ: 4 સ્થળો પર આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન,175 કરોડના હિસાબી ગોટાળા ઝડપાયા

અમદાવાદ,

અમદાવાદમાં 4 અલગ સ્થળો પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુંહતું. જેમાં 3 બિલ્ડરના કરોડોના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે.ત્રણેય બિલ્ડરના મળીને કુલ રૂપિયા 175 કરોડના હિસાબી ગોટાળા ઝડપાયા છે.જેમાં રાજ યશ બિલ્ડર, સમર્થ બિલ્ડર અને સિલ્વર ઇન્ફ્રા સામે કાર્યવાહીકરવામાં આવી છે. રાજ યશ બિલ્ડરનાં રૂપિયા 100 કરોડના બિનહિસાબી વ્યવહારોઝડપાયા છે તો સિલ્વર ઇન્ફ્રા લિમિટેડના રૂપિયા 20 કરોડનાં વ્યવહારો ઝડપાયા છે.

સિલ્વર ઇન્ફ્રા લિમિટેડ સાથે અન્ય 10 જેટલા બિલ્ડરોની સંડોવણીહોવાનું સામે આવ્યું છે.તો સમર્થ બિલ્ડરના રૂપિયા 55 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. સમર્થ બિલ્ડરને ત્યાંથી રૂપિયા 55 લાખની રોકડ સીઝ કરવામાં આવી છે. હજુ પણ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સમર્થ બિલ્ડરની ઓફિસોમાં સર્ચ ચાલુ છે. ત્યારે ત્રણ બિલ્ડરોએ રોકડમાં ટ્રાંન્જેક્શન કર્યુ હોવાનું ખુલ્યું છે.જેને લઈને ત્રણેય બિલ્ડરની 71 હજાર ચો.મીટર જમીન પણ ટાંચમાં લેવામાં આવીછે.