Education/ શિક્ષણમાં રાહત : ગુજરાતમાં સ્કૂલો, કોલેજો બાદ ITI પણ ખુલશે

આ સ્થિતિમાં હવે રાજ્યમાં સ્કૂલ, કોલેજો શરુ થયા બાદ ITI પણ તાલીમાર્થીઓ માટે ખોલી દેવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળી રહે.

Gujarat Others
a 195 શિક્ષણમાં રાહત : ગુજરાતમાં સ્કૂલો, કોલેજો બાદ ITI પણ ખુલશે

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્કૂલો, કોલેજો સહિતની તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ થઇ ગઈ હતી અને પરંતુ ત્યારબાદ હવે કોરોનાના કેસો વધતા હવે દેશમાં તમામ ગતિવિધિઓ અને સેવાઓ શરુ થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ શિક્ષણ કાર્ય ફરીથી શરુ થયું છે.

આ સ્થિતિમાં હવે રાજ્યમાં સ્કૂલ, કોલેજો શરુ થયા બાદ ITI પણ તાલીમાર્થીઓ માટે ખોલી દેવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળી રહે.

જો કે, સરકારે ITI ખોલવાની સાથે કોરોનાની ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે, જેમાં સ્કૂલો અને કોલેજોની જેમ ITIમાં પણ વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓ પાસેથી સંમતિ લેવી પડશે. આ ઉપરાંત ITIમાં પ્રત્યક્ષ તાલીમ માટે વિદ્યાર્થીઓને શિફ્ટ વાઈઝ કે અલ્ટરનેટ ડે તાલીમ આપવાનું આયોજન કરવા પણ સૂચન કરાયું છે.

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે રાજ્યમાં તમામ પ્રકારના શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે તમામ પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો