Not Set/ આ ગામના સરપંચ દ્વારા આપવામાં આવી પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું

જામનગર, પાણીનો પ્રશ્ન કેટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું વરવું ઉદાહરણ જામનગરમાંથી સામે આવ્યું છે. પાણીની સમસ્યા મુદ્દે સરપંચ દ્વારા કલેક્ટર ઓફિસ પટાંગણમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી છે. જામનગરના  ચેલા ગામમાં  તેના સરપંચ દ્વારા પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તેથી ચેલાના સરપંચ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે કલેક્ટર ઓફિસે પહોંચ્યા […]

Top Stories Gujarat Trending
jam આ ગામના સરપંચ દ્વારા આપવામાં આવી પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું

જામનગર,

પાણીનો પ્રશ્ન કેટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું વરવું ઉદાહરણ જામનગરમાંથી સામે આવ્યું છે. પાણીની સમસ્યા મુદ્દે સરપંચ દ્વારા કલેક્ટર ઓફિસ પટાંગણમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી છે.

jam 1 આ ગામના સરપંચ દ્વારા આપવામાં આવી પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું

જામનગરના  ચેલા ગામમાં  તેના સરપંચ દ્વારા પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તેથી ચેલાના સરપંચ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. કોંગી ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયા અને સરપંચ અધિક કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા.

jam 2 આ ગામના સરપંચ દ્વારા આપવામાં આવી પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું

કલેક્ટર કચેરી ખાતે તંત્ર પૂરતા બંદોબસ્ત સાથે સાબદું બનયું હતું. કોંગી ધારાસભ્ય અને  કલેકટરની કચેરીમાં થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. કોંગી ધારાસભ્યો અને અધિક કલેકટર વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં ધારાસભ્યનું માન જળવાયું ન હોવાનું અધિક કલેકટર પર કોંગી ધારાસભ્યે આક્ષેપ કર્યો.

jam 3 આ ગામના સરપંચ દ્વારા આપવામાં આવી પાણી પ્રશ્ને આત્મવિલોપનની ચીમકી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું

મોટા પ્રમાણ લોકો કલેકટર કચેરી પહોંચતા હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્તગોઠવી દેવામાં આવ્યો છે. હાલ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમને પણ ખડેપગે રાખવામાં આવી છે.