Not Set/ જસદણ પેટા ચૂંટણી : મને કાયદાની જાણકારી નથી, અવસર નાકિયાનો વીડિયો વાયરલ

જસદણમાં પેટા ચૂંટણીને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમી વ્યાપેલી છે. ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે. બંને પક્ષો કોઈ પણ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપમાંથી કુંવરજી બાવળીયા અને કોંગ્રેસમાંથી અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. થોડા દિવસ અગાઉ જસદણ બેઠક પરના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતો. હવે જસદણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અવસર […]

Top Stories Gujarat Others
193858 avsar nakiya જસદણ પેટા ચૂંટણી : મને કાયદાની જાણકારી નથી, અવસર નાકિયાનો વીડિયો વાયરલ

જસદણમાં પેટા ચૂંટણીને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમી વ્યાપેલી છે. ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે. બંને પક્ષો કોઈ પણ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપમાંથી કુંવરજી બાવળીયા અને કોંગ્રેસમાંથી અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે.

થોડા દિવસ અગાઉ જસદણ બેઠક પરના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતો. હવે જસદણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો આવો જ એક વીડિયો વાઈરલ થયો છે.

જેમાં અવસર નાકિયા કુંવરજીને ભણેલા ગણેલા કહીને કાયદા કાનૂનના જાણકાર ગણાવી રહ્યા છે અને પોતે કાયદાથી અજાણ હોવાની વાત કરી રહ્યા છે. બન્ને ઉમેદવારો તેમના સમર્થકો અને કાર્યકરોને જુદી જુદી જગ્યાએ ભાષણ આપી રહ્યા છે.