Not Set/ જસદણ : પેટાચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, ભાજપનું સ્નેહમિલન, પક્ષપલ્ટાનો તખ્તો ….

જસદણ પેટાચૂંટણી સમયે સળવળાટ શરૂ થયો છે. આજે જસદણમાં ભાજપનું સ્નેહમિલન છે ત્યારે જિલ્લા પંચાયતના 5થી વધુ બાગી સભ્યો ભાજપમાં કેસરિયો ધારણ કરે તો નવાઇ નહીં. સાંજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં સ્નેહમિલન યોજાશે. સભ્યો સાથે 100થી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાય તો નવાઇ નહીં. ગણતરીના દિવસોમાં જસદણ વિધાનસભા પેટાચૂંટણી જાહેર થવાની છે ત્યારે ફરી […]

Top Stories Rajkot Gujarat
32 240 જસદણ : પેટાચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, ભાજપનું સ્નેહમિલન, પક્ષપલ્ટાનો તખ્તો ....

જસદણ પેટાચૂંટણી સમયે સળવળાટ શરૂ થયો છે. આજે જસદણમાં ભાજપનું સ્નેહમિલન છે ત્યારે જિલ્લા પંચાયતના 5થી વધુ બાગી સભ્યો ભાજપમાં કેસરિયો ધારણ કરે તો નવાઇ નહીં. સાંજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં સ્નેહમિલન યોજાશે. સભ્યો સાથે 100થી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાય તો નવાઇ નહીં.

ગણતરીના દિવસોમાં જસદણ વિધાનસભા પેટાચૂંટણી જાહેર થવાની છે ત્યારે ફરી રાજકારણ ગરમાયું છે. રાજકોટ જિલ્લા પંચાયતનું શાસન ડગશે તો આગામી લોકસભામાં પણ ભાજપને ફાયદો થશે તેવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

ફરી બાળળિયા જુથ સક્રિય થયું છે. બાળળિયાના પક્ષપલ્ટા સાથે તેના સભ્યોને કોંગ્રેસમાંથી ભાજપમાં લઇ જવાનો તખ્તો ધડાઇ ગયો છે.

ફરી એકવાર ભાજપના પ્રયાસને કેટલી સફળતા મળે છે તે આવનારો સમય જ કહેશે. હાલ તો આ વાતને લઇ ચર્ચાઓ જામી છે.