Not Set/ જેતપુર : ઝગડાની અદાવતમાં મિત્રની હત્યા કરી ભાગી જનાર આરોપીની પોલીસે હરિયાણાથી કરી ધરપકડ

જેતપુર, માત્ર નાની એવી વાતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવે અને પછી મિત્રની લાશને અકસ્માતમાં ખપાવીને નાસી છૂટે છે, આવો જ એક ગુનો જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બન્યો હતો, તેમાં પણ આ આરોપી અને મારનાર બંને પર પ્રાંતના હતા. જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બીજા અન્ય રાજ્ય માંથી કામ માટે આવતા અને ગુના ઓ કરીને નાશી […]

Gujarat Others
arest 13 જેતપુર : ઝગડાની અદાવતમાં મિત્રની હત્યા કરી ભાગી જનાર આરોપીની પોલીસે હરિયાણાથી કરી ધરપકડ

જેતપુર,

માત્ર નાની એવી વાતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવે અને પછી મિત્રની લાશને અકસ્માતમાં ખપાવીને નાસી છૂટે છે, આવો જ એક ગુનો જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બન્યો હતો, તેમાં પણ આ આરોપી અને મારનાર બંને પર પ્રાંતના હતા.

જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બીજા અન્ય રાજ્ય માંથી કામ માટે આવતા અને ગુના ઓ કરીને નાશી જતા ગુનેગારો રાજ્યની પોલીસ માટે માથાનો દુખાવા સમાન છે, ત્યારે જેતપુર પોલીસે આ હત્યાના હત્યારાને હરિયાણાથી ઝડપીને કાયદેસરની કર્યવાહી શરુ કરી છે.

IMG 20190120 WA0005 જેતપુર : ઝગડાની અદાવતમાં મિત્રની હત્યા કરી ભાગી જનાર આરોપીની પોલીસે હરિયાણાથી કરી ધરપકડ
gujarat-Jetpur The accused who escaped the murder of a friend was arrested from Haryana by police

આ યુવાન વેદ પ્રકાશ લક્ષ્મીકાંત છે, જેની થોડા સમય મહિનાઓ પહેલા તેમના જ મિત્રના હાથે હત્યા થઇ ચુકી છે, બનાવની વાત મુજબ વેદ પ્રકાશ જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ ૐ ફાયબર નામના કારખાનામાં કામ કરતો હતો અને ત્યાંથી જ તેની લાશ મળી હતી, ત્યારે સામાન્ય રીતે એવું લાગતું હતું કે તેનું મોટ કોઈ એક્સીડેન્ટથી થયેલ છે, પરંતુ નહિ ફોરેન્સિક સાયન્સે અહીં દૂધનું દૂધ અને પાણીની પાણી કરી નાખ્યું હતું. ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ મુજબ વેદપ્રકાશનું મોત ગળું દબાવીને અને છાતીના ભાગે પાંસળીમાં લાગવાથી થયું હતું,

આ સમયે તેની સાથે કામ કરતો તેનો સાથી મિત્ર ગોપાલ રામાનંદન ક્યાંય દેખાતોના હતો, ગોપાલએ વેદપ્રકાશનો મિત્ર હતો અને તેને અહીં જેતપુરના કારખાનામાં કામે લાવનાર અને કામ આપનાર વેદપ્રકાશ જ હતો, વેદપ્રકાશ પોતાનાના વતન બિહારથી ગોપાલ રામાનંદને રોજી રોટી કમાવા માટે જેતપુર લાવેલ હતો અને બન્ને એકજ રૂમમાં સાથે રહેતા હતા અને સાથે રસોઈ બનાવી ને  એક જ થાળી માં જમતા હતા.

પરંતુ અચાનક એક રાત્રે કઈક એવું બન્યું કે, બંને વચ્ચે કોઈ કારણો સર ઝગડો થયો અને આ ઝગડો એ વેદપ્રકાશની મોત નું કારણ બન્યું, ગોપાલે ઝગડાના રૂપે આવે ગુસ્સામાં રાત્રે વેદપ્રકાશને ગળું દબાવીને મોત ને ઘાટ હતો, ઝગડાનું કારણ માત્ર નાનું એવું હતું,

જેતપુર પોલીસને ગોપાલની કોઈ કડી મળતીના હતી, તે ક્યાં નો છે, તેનું કાયમી સરનામું શું છે, તેના કોઈ આધાર પુરાવા મળતા નોહતા, જેતપુર પોલીસને હાથ લાગી તો માત્ર એક બેન્ક ખાતાની પોંહચ કે આ પોંહચ દ્વારા ગોપાલે પોતાના ભાઈના ખાતા માં પૈસા મોકલ્યા હતા, જેતપુર પોલીસે માત્ર એક બેન્ક ખાતાની આ પોંહચ થકી ગોપાલના ભાઈ અને અન્ય એક ભાઈ અને ત્યારબાદ ગોપાલને હરિયાણાના કરનાલ જિલ્લાના ધ્રુન્દ્રા તાલુકાના કોહાન્ધ ગામમાંથી પકડી પપડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.