Not Set/ ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે પાછું ખેચ્યું રાજીનામું

રાજકોટ, ખોડલધામ આંતરીક રાજકારણથી વ્યથિત થયા બાદ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલા રાજીનામા અંગે જોવા મળી રહેલી અટકળોનો મંગળવારે અંત આવ્યો છે. નરેશ પટેલે પોતાનું રાજીનામું પાછું ખેચ્યું છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, પાટીદાર સમાજમાં હિતમાં અને વડીલોની સમજાવટ બાદ નરેશ પટેલે પોતાનું રાજીનામું પાછું […]

Top Stories
dgggdsg ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે પાછું ખેચ્યું રાજીનામું

રાજકોટ,

ખોડલધામ આંતરીક રાજકારણથી વ્યથિત થયા બાદ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલા રાજીનામા અંગે જોવા મળી રહેલી અટકળોનો મંગળવારે અંત આવ્યો છે. નરેશ પટેલે પોતાનું રાજીનામું પાછું ખેચ્યું છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

માનવામાં આવી રહ્યું છે કે, પાટીદાર સમાજમાં હિતમાં અને વડીલોની સમજાવટ બાદ નરેશ પટેલે પોતાનું રાજીનામું પાછું ખેચ્યું છે. બીજી બાજુ એકાએક નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલા રાજીનામાંને લઇ કાગવડ ખાતે અન્ય શહેરોના હોદ્દેદારો અને કાર્યકરોનું આગમન થઈ રહ્યું છે.

Paresh Gajera 12 ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે પાછું ખેચ્યું રાજીનામું

નરેશ પટેલ દ્વારા રાજીનામુ પાછું ખેંચાયા અંગે ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરેશ ગજેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “નરેશભાઈ ખોડલધામ માટે આજીવન ચેરમેન અને પ્રમુખ છે. તેમના માટે બધા હોદ્દા નાના પડી શકે છે. ખોડલધામ ટ્રસ્ટ તેમને ક્યારેય છોડશે નહિ, તેમને અમે ક્યારેય ચેરમેન પદેથી હટાવીશું નહિ”.

જયારે પરેશ ગજેરા પોતાના રાજીનામાં અંગેના વિવાદ અંગે કહ્યું હતું કે, “રાજીનામું પરત આપ્યું ત્યારે જ પાછું ખેંચ્યુંઆવ્યું છે. નરેશભાઈનો ૮૦ ટકા સમય ટ્રાવેલિંગમાં જાય છે. જયારે તેઓ વિદેશથી પાછા આવશે ત્યારે હું અને નરેશભાઈ સાથે મળીને વધુ ખુલાસા કરીશું”.

આ ઉપરાંત રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું કે, “હું ખુશ છું કે તેમણે પોતાનું રાજીનામુ પરત ખેચ્યું છે. રાજીનામું પાછું ખેંચ્યું બાદ અમે પણ તેને સ્વીકારીએ છીએ”.

મહત્વનું છે કે, નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટમાં એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી તેમજ ટ્રસ્ટના આંતરીક રાજકારણથી વ્યથિત થયા બાદ આ નિર્ણય લીધો હતો. જો કે તેઓના આ નિર્ણય બાદ લેઉઆ પાટીદાર સમાજના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી તેમજ પાટીદાર વિદ્યાર્થીઓએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, નરેશ પટેલ સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે તેઓ લેઉઆ પાટીદાર સમાજમાં એક મૌકાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેઓનો મોટો ફાળો આપ્યો છે.