Not Set/ સુરત/ મચ્છી લેવા ગયેલ આધેડનું રોડ અકસ્માતમાં ઘટના સ્થળે મોત

સુરતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ તાલુકાનાં મોટી નરોલી ગામની સીમમાં વાલેસા ગામના પાટીયા નજીક નેશનલ હાઇવે નંબર-48 ઉપર રસ્તો ક્રોસ કરી રહેલ એક આધેડને અજાણ્યા ફોર વ્હીલ ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જાતા ફોર […]

Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 5 સુરત/ મચ્છી લેવા ગયેલ આધેડનું રોડ અકસ્માતમાં ઘટના સ્થળે મોત

સુરતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ તાલુકાનાં મોટી નરોલી ગામની સીમમાં વાલેસા ગામના પાટીયા નજીક નેશનલ હાઇવે નંબર-48 ઉપર રસ્તો ક્રોસ કરી રહેલ એક આધેડને અજાણ્યા ફોર વ્હીલ ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જાતા ફોર વ્હીલ ગાડીનો ચાલક ગાડી લઈ ભાગી ગયો હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં વાલેસા ગામના ગોપી સિમેન્ટ પ્રોડક્ટના ગોડાઉનમાં રહેતા રમેશભાઈ વીરજીભાઇ વસાવા (48) નું આ અકસ્માતમાં મોત નીપજયું હતું.

ગઈ કાલ સાંજે તેઓ મચ્છી લેવા માટે મોટી નરોલી ગામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ મોટી નરોલી ગામની સીમમાં વાલેસા ગામના પાટીયા નજીકથી પસાર થતાં મુંબઈથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઇવે નંબર-48 ઉપર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક પૂરઝડપે આવેલ એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે રમેશભાઈને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રમેશભાઈને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.