Not Set/ કિંજલ દવેના કાર્યક્રમમાં ખૈલેયાઓએ તોફાન મચાવી દીધું, કારણ જાણી લો

અમદાવાદ, જાણીતી ગુજરાતી ફોક સીંગર  કિંજલ દવેને અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદના સાયન્સ સીટી નજીકના એક પાર્ટી પ્લોટમાં આયોજીત રાસ ગરબાના કાર્યક્રમમાં બુધવારે રાતે હોબાળો થયો હતો. પાર્ટી પ્લોટમાં કિંજલ દવેનો નવરાત્રિનો કાર્યક્રમ હતો ત્યારે ખેલૈયાઓને સ્ટેજ નજીકથી ખસેડવાનું કહેતા કિંજલ દવેનો વિરોધ થયો હતો. ક્રાર્યક્રમમાં તકરાર થતાં કાર્યક્રમને વહેલો […]

Top Stories Ahmedabad Gujarat
lo કિંજલ દવેના કાર્યક્રમમાં ખૈલેયાઓએ તોફાન મચાવી દીધું, કારણ જાણી લો

અમદાવાદ,

જાણીતી ગુજરાતી ફોક સીંગર  કિંજલ દવેને અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદના સાયન્સ સીટી નજીકના એક પાર્ટી પ્લોટમાં આયોજીત રાસ ગરબાના કાર્યક્રમમાં બુધવારે રાતે હોબાળો થયો હતો. પાર્ટી પ્લોટમાં કિંજલ દવેનો નવરાત્રિનો કાર્યક્રમ હતો ત્યારે ખેલૈયાઓને સ્ટેજ નજીકથી ખસેડવાનું કહેતા કિંજલ દવેનો વિરોધ થયો હતો. ક્રાર્યક્રમમાં તકરાર થતાં કાર્યક્રમને વહેલો પૂર્ણ કરાયો હતો.

પાર્ટી પ્લોટમાં યોજવામાં આવેલા ગરબામાં કિંજલ દવે અને તેના ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું.ગરબા-રાસના આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ નજીક રમી રહેલા ખેલૈયાઓને ખસેડવાનો આદેશ કરવામાં આવતા હોબાળો શરૂ થયો હતો.ખૈલેયાઓને ખસેડવાનો અને ગરબા નહીં રમવા દેતા તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.ખૈલેયાઓની ગરબાના આયોજક અને બાઉન્સરો સાથે તુતુ મેમે અને ધક્કામુકી થઇ હતી.આ દરમિયાન કિંજલ દવેની કાર પસાર થતાં લોકોએ તેનો હુરિયો બોલાનવીને વિરોધ કર્યો હતો.

તો. વાત ઉગ્ર બનતા બાઉન્સરો અને આયોજકોએ પરિસ્થિતિ સંભાળવી પડી હતી. ગરબાના કાર્યક્રમમાં થયેલી બબાલ બાદ સંચાલકોએ કાર્યક્રમ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ જાહેર કરી દીધો હતો. એક તબક્કે આ માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં  પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાડે પાડ્યો હતો.