Kutch/ પાકિસ્તાન જીંદાબાદના વાયરલ થયેલા વિડીયોમાં કઈક આવું નીકળ્યું

દુધઈ ગામના સરપંચ પદના ઉમેદવાર વિજયી થયા બાદ તેઓની રેલીમાં કોઈ સમર્થકો દ્વારા પાકીસ્તાન જીંદાબાદ પાકીસ્તાન જીંદાબાદના ગંભીર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાનો વિડિઓ વાયરલ થયો

Top Stories Gujarat
nilam 5 પાકિસ્તાન જીંદાબાદના વાયરલ થયેલા વિડીયોમાં કઈક આવું નીકળ્યું

કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂટણી દરમ્યાન એક ગંભીર પ્રકારની અને અવનવી ઘટના પ્રકાશમાં આવી હતી અંજાર તાલુકાના દુધઈ ગામના સરપંચ પદના ઉમેદવાર વિજયી થયા બાદ તેઓની રેલીમાં કોઈ સમર્થકો દ્વારા પાકીસ્તાન જીંદાબાદ પાકીસ્તાન જીંદાબાદના ગંભીર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.જોકે તપાસ દરમિયાન રાઘુભાઈ જીંદાબાદના નારા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

આજે જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે રાજ્ય કક્ષાએ મુદ્દો પહોંચ્યો હતો ગુજરાત સરકાર દ્વારા પણ કડક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, કચ્છમાં દેશવિરોધી નારાઓ ચૂંટણી રેલી દરમ્યાન લાગ્યા હોવાનો કથિત વિડીયો સામે આવ્યો છે.  આ અંગે કચ્છ બોર્ડર રેન્જના આઈજી તથા પૂર્વ કચ્છ એસપીને તપાસ માટે સૂચના આપી હતી

જો કે તપાસના અંતે પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલે જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો હતો તેમાં કોઈ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા નથી ગ્રામજનોએ રાઘુભાઈ જીંદાબાદના નારા લગાવ્યા હતા.તમામ પાસાઓ તપાસતા આ તથ્ય બહાર આવ્યું  છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મતગણતરી સંપન્ન થયા બાદ દુધઈ ગામના વિજેતા ઉમેદવારની અંજાર ખાતે વિજય સરઘસ નીકળ્યું હતું તે વખતે જ નારેબાજી થઈ હતી વિજેતા ઉમેદવાર દુધઈ ગ્રામ પંચાયતના સરપંચ પદના હતા તેથી સમર્થકો પણ સ્થાનિકના હતા તેઓએ પાકીસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર નહીં પણ રાઘુભાઈ જીંદાબાજના નારા લગાવ્યા હતા.

મહાભારત / જો તમે પણ ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો તો કરો આ કામ, તેમના વિશે ખુદ શ્રી કૃષ્ણએ જણાવ્યું છે

Life Management / બે સંતોની ઝૂંપડી વાવાઝોડાથી નાશ પામી, એકે ભગવાનને શ્રાપ આપ્યો, બીજાએ આભાર માન્યો… જાણો કેમ?

મહાભારત / યુદ્ધમાં ધૃતરાષ્ટ્રનો માત્ર 1 પુત્ર જ જીવિત બચ્યો હતો, પાંડવોએ તેને કેમ ના માર્યો, કારણ જાણીને તમે ચોંકી જશો