Not Set/ ચંદ્રપ્રકાશ સ્વામીના પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, મંદિરના સાધુઓએ આપી ધમકીઓ,કરતુતો ખુલ્લા પડ્યા

ભુજ ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના ચંદ્રપ્રકાશ સ્વામીની થોડા દિવસ અગાઉ યુવતીના અશ્લીલ ફોટાઓ અંગેની કબૂલાત કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ક્લીપ વાઇરલ થયાં પછી સ્વામિનારાયણ ચંદ્રપ્રકાશ સ્વામી પર આરોપોનો મારો ચાલ્યો હતો. આ વિવાદ પછી ચંદ્રપ્રકાશ સ્વામીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં સનસનાટી મચી છે. ચંદ્રપ્રકાશ સ્વામીના પિતા દેવજી ખીમાજીએ તેમના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ […]

Top Stories Gujarat Trending
WhatsApp Image 2018 06 17 at 10.08.28 AM ચંદ્રપ્રકાશ સ્વામીના પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, મંદિરના સાધુઓએ આપી ધમકીઓ,કરતુતો ખુલ્લા પડ્યા

ભુજ

ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના ચંદ્રપ્રકાશ સ્વામીની થોડા દિવસ અગાઉ યુવતીના અશ્લીલ ફોટાઓ અંગેની કબૂલાત કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ક્લીપ વાઇરલ થયાં પછી સ્વામિનારાયણ ચંદ્રપ્રકાશ સ્વામી પર આરોપોનો મારો ચાલ્યો હતો. આ વિવાદ પછી ચંદ્રપ્રકાશ સ્વામીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં સનસનાટી મચી છે.

ચંદ્રપ્રકાશ સ્વામીના પિતા દેવજી ખીમાજીએ તેમના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, દેવજીએ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે આશ્રમના સાધુઓ અને ક્લીપ વાઇરલ કરનાર યુવકો પર આરોપો મુકીને તેમની આત્મહત્યા માટે ભદ્રેશ,સુરેશ,હરદાન,કૃષ્ણવહારી સ્વામી,મહંત સ્વામી અને જાદવજી ભગતને જવાબદાર ગણાવ્યાં છે.

દેવજીએ પત્રમાં લખ્યું છે કે મારો છોકરો નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવ્યો છે.તેને મંદિરમાંથી કાઢી મુકાયો છે અને આ મારાથી બરદાશ ના થતાં હું આ પગલું ભરૂ છું.આના જવાબદાર ત્રણ છોકરા અને ભુજ મંદિરના ત્રણ સંતો છે.

ચંદ્રપ્રકાશ સ્વામી પર ભુજના કેરા ગામની યુવતી સાથેની વાતચીત અને ફોટા વાઇરલ કરવામાં આવ્યાં હતા.આ ફોટા અને ઓડિયો ક્લીપ વાઇરલ થયાં પછી ચંદ્રપ્રકાશ સ્વામીની શિખા કાપી અને જનોઈ ઉતારી સંતગણમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

જો કે એ પછી ચંદ્રપ્રકાશ સ્વામીએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમના શિષ્ય એવા ત્રણ યુવાનોએ ગુરુને ભોળવીને તેમનો મોબાઈલ અને લેપટોપ પોતાની સાથે લઈ ગયા હતા ત્યારબાદ તેમાંથી કેરાની જે યુવતીઓ સાથે વાતચીત થતી હતી અને ફોટોગ્રાફ્સ શેર થયા હતા તે મેળવીને મોબાઈલ પર વહેતા કર્યા હતા.

WhatsApp Image 2018 06 17 at 10.08.29 AM ચંદ્રપ્રકાશ સ્વામીના પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, મંદિરના સાધુઓએ આપી ધમકીઓ,કરતુતો ખુલ્લા પડ્યા

ચંદ્રપ્રકાશ સ્વામીએ કહ્યું કેમારા પર લગાવેલા આરોપ ખોટા છે. મંદિરમાં બધુ ખોટું ચાલી રહ્યું છે. મંદિરના ત્રણ શિષ્યો કેરાની યુવતી સાથે વાતચીત કરતા હતા. અશ્લીલ તસ્વીર ત્રણ શિષ્યોના ફોનમાંથી મળી આવી હતી. અશ્લીલ ફોટા તેમના ફોનમાંથી મે લીધા હતા. મારો ઈરાદો તે તમામને ખુલ્લા પાડવાનો હતો. પરંતુ ભાંડો ફૂટવાની બીકે મને ટાર્ગેટ કરાયો છે.