Not Set/ 2001 ભૂકંપ/ 20 વર્ષ પહેલાં ધરતીકંપની તબાહીએ સમગ્ર કચ્છને ધરાશયી કર્યુ હતું

કેટલીક દુઃખદ ઘટનાઓ એવી હોય છે કે વર્ષો વીતે, દાયકાઓ વીતે છતાં પણ એના ઘા ઝટ રૂઝાતા નથી. આજથી 20 વર્ષ પહેલાં કચ્છની ભૂમિ ભૂકંપના જબરદસ્ત આંચકાઓથી ધણધણી હતી.આ ભૂકંપ એટલો ભયાનક હતો કે સમગ્ર કચ્છ જિલ્લો જ ધ્વસ્ત થઈ ગયો હતો. 26મી જાન્યુઆરીને 2001ના રોજ દેશભરમાં લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે […]

Top Stories Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 8 2001 ભૂકંપ/ 20 વર્ષ પહેલાં ધરતીકંપની તબાહીએ સમગ્ર કચ્છને ધરાશયી કર્યુ હતું

કેટલીક દુઃખદ ઘટનાઓ એવી હોય છે કે વર્ષો વીતે, દાયકાઓ વીતે છતાં પણ એના ઘા ઝટ રૂઝાતા નથી. આજથી 20 વર્ષ પહેલાં કચ્છની ભૂમિ ભૂકંપના જબરદસ્ત આંચકાઓથી ધણધણી હતી.આ ભૂકંપ એટલો ભયાનક હતો કે સમગ્ર કચ્છ જિલ્લો જ ધ્વસ્ત થઈ ગયો હતો.

26મી જાન્યુઆરીને 2001ના રોજ દેશભરમાં લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કચ્છમાં 6.9 રીએક્ટરની તીવ્રતાવાળા ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી નાખ્યું હતું.

ભૂકંપના કારણે કચ્છમાં જ 12,300 લોકોએ જાન ગુમાવ્યા હતા. ભુજ શહેર, જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી.

ધરતીકંપને કારણે ભૂજના 40 ટકા ઘરો, આઠ શાળાઓ, બે હોસ્પિટલ અને ૪ કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. શહેરનું ઐતહાસિક સ્વામીનારાયણ મંદિર, ઐતહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આયના મહેલને પણ ભારે નુકશાન થયું હતું.

આજથી 20 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો હતો. દેશભરમાં તિરંગાને ફરકાવીને સલામી આપવામાં આવી સાથે સાથે  સ્કુલો-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસ કરી રહ્યો હતો તે દિવસે (26 જાન્યુઆરી 2001) ગુજરાત રાજ્યમાં ભૂંકપે જબરદસ્ત તબાહી બોલાવી હતી. જે સમયે ભૂકંપ આવ્યો બરાબર તે જ સમયે ઊંચી ઊંચી ઈમારતો પળવારમાં ખળભળી ગઈ હતી અને જમીનદોસ્ત થઇ ગઇ હતી. પડું પડું થઇ રહેલી ઇમારતોમાંથી હેમખેમ બહાર આવવા માટે લોકો હવાતીયા મારી રહ્યા હતા. રસ્તા, રસ્તા મટીને કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. માત્ર બે મિનિટ ચાલેલા ભૂકંપે કચ્છને કાટમાળમાં ફેરવી દીધું. મંદિર હોય કે મસ્જિદ ભૂકંપે કોઇ ભેદ પાડ્યા જ નહોતા. જમ ઘર ભાળી ગયા હતા અને લોકો ખુલ્લી જગ્યાએ દોડી ગયા હતા.

કચ્છમાં ધરતીકંપને કારણે 60 ટકા ખોરાક અને પાણીનો પુરવઠો અને આશરે ૨,૫૮,૦૦૦ ઘરો નાશ પામ્યા હતા. ભૂકંપની આ ભયાનક યાદો આજે પણ દરેક ભારતીયોના દિમાગમાં જીવીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન