Not Set/ ભગવાન ઇસુના જન્મદિન ક્રિસમસની આજે સમગ્ર વિશ્વભરમાં ઉજવણી

સમગ્ર વિશ્વને સત્ય-સદભાવના-પ્રેમનો સંદેશો આપનારા ભગવાન ઇસુના જન્મદિન ક્રિસમસની આજે સમગ્ર વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ક્રિસમસની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી. જેમાં સ્કૂલના બાળકોની સાથે સાથે આસપાસના રહેતા બાળકોએ પણ પાર્ટીમાં રંગ જમાવ્યો હતો. ક્રિસમસ પાર્ટીમાં બાળકોનું મન મોહી જાય એવું ટીચરો દ્વારા ડેકોરેશન કરવામાં […]

India
main 900 ભગવાન ઇસુના જન્મદિન ક્રિસમસની આજે સમગ્ર વિશ્વભરમાં ઉજવણી

સમગ્ર વિશ્વને સત્ય-સદભાવના-પ્રેમનો સંદેશો આપનારા ભગવાન ઇસુના જન્મદિન ક્રિસમસની આજે સમગ્ર વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ક્રિસમસની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી. જેમાં સ્કૂલના બાળકોની સાથે સાથે આસપાસના રહેતા બાળકોએ પણ પાર્ટીમાં રંગ જમાવ્યો હતો.

ક્રિસમસ પાર્ટીમાં બાળકોનું મન મોહી જાય એવું ટીચરો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કાર્ટૂન તેમજ ક્રિસમસ ટ્રીથી સણગારવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા રિબન કાપી બાળકોના મહોત્સવ શરૂ કરાયું હતું. ૧૩૦ જેટલા બાળકોને સ્કુલ તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી. તેમજ બાળકોને કેક કપાવીને ક્રિસમસની ઉજવણી કરાવી હતી. જ્યાં બાળકોમાં ખુબજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.