Not Set/ ઝાડ પર લટકતી મળી યુવકની લાશ, ઘરેથી થયો હતો ગાયબ

હિંમતનગર, હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામના 25 વર્ષના યુવકની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી આવી છે.મળતી માહિતી પ્રમાણે ચાંપલાનારનો કૌશિકકુમાર અમરતભાઇ વણકર તેના માતા-પિતા સાથે ગત તા. 25 જુલાઇના રોજ પાલનપુર ગયો હતો અને સાંજે સાતેક વાગ્યે પરિવાર ઘેર પરત આવ્યો હતો. એ પછી કૌશિક તેના મિત્રને મળવા જવાનું કહું ગાભોઈ ગામ તરફ નીકળ્યો હતો.જો […]

Top Stories Gujarat Others
aam 2 ઝાડ પર લટકતી મળી યુવકની લાશ, ઘરેથી થયો હતો ગાયબ

હિંમતનગર,

હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામના 25 વર્ષના યુવકની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી આવી છે.મળતી માહિતી પ્રમાણે ચાંપલાનારનો કૌશિકકુમાર અમરતભાઇ વણકર તેના માતા-પિતા સાથે ગત તા. 25 જુલાઇના રોજ પાલનપુર ગયો હતો અને સાંજે સાતેક વાગ્યે પરિવાર ઘેર પરત આવ્યો હતો.

એ પછી કૌશિક તેના મિત્રને મળવા જવાનું કહું ગાભોઈ ગામ તરફ નીકળ્યો હતો.જો કે એ પછી કૌશિક ગાયબ થઈ ગયો હતો.

26 જુલાઇના રોજ સવારે સાત વાગ્યે વાવડીની સીમમાં ગોવિંદભાઇ પ્રભાભાઇ પટેલના ખેતરમાં આંબાના ઝાડ પર લટકેલી લાશ જોતા બે છોકરાઓએ સરપંચને જાણ કરી હતી.આ લાશ કૌશિકની હતી

કૌશિકની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે પરિવારજનો અને ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા અને લાશ સ્વીકારવા ઇન્કાર કર્યા બાદ સાંજે યુવકની લાશ લઇ ગયા હતા.

પોલીસે કૌશિકના અપમૃત્યુ અંગે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન