Tweet/ ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે BJP નો ગઢ છે : મુખ્યમંત્રી રૂપાણી એ કર્યું ટ્વિટ

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાની સરકાર બનાવી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ

Top Stories
cm thursday 1 ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે BJP નો ગઢ છે : મુખ્યમંત્રી રૂપાણી એ કર્યું ટ્વિટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગી ગયો છે અને ચારેતરફ ફરીથી ભગવો લહેરાયો છે. આ જીતની ખુશી વ્યક્ત કરવા મુખ્યમંત્રી રૂપાણી એ ટ્વીટ કર્યું હતું.ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાની સરકાર બનાવી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ એક  ટ્વીટ કરીને લખ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.”

Live Update / election result : ઇવીએમ મશીનના સિલ પહેલાથી તૂટેલા હોવાનો કોંગ્રેસ-આપના કાર્યકર્તાનો આક્ષેપ

વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. માનનીય વડાપ્રધાન @narendramodiએ શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.”

VISIT / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

“સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહીં જેવા દે. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ નહીં રાખે.”

EVM machines / મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા

 

ગઈકાલે એટલે કે મત ગણતરીના એક દિવસ પહેલા સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “દિશાહીન અને નેતૃત્વવિહીન કૉંગ્રેસ આ વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હરીફાઈમાં હતી જ નહીં. ગઈકાલે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે, કૉંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્યો અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપા પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે આવતીકાલે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…