Not Set/ વધુ એક પ્રેમ કહાની રહી અધુરી, કેનાલમાં પડીને પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

મહેસાણામાં વધુ એક પ્રેમી પંખીડાઓએ કહાની અધુરી રહી ગઈ છે. એક જ મહોલ્લામાં રહેતા યુવક અને યુવતીનો પ્રેમસંબંધ સમાજ નહી સ્વીકારતા આ પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું છે. આ પ્રેમી યુગલે આપઘાત કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર મહેસાણા-વિસનગર હાઇવે પર દેલા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પડીને આ […]

Gujarat Others
Untitled 133 વધુ એક પ્રેમ કહાની રહી અધુરી, કેનાલમાં પડીને પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

મહેસાણામાં વધુ એક પ્રેમી પંખીડાઓએ કહાની અધુરી રહી ગઈ છે. એક જ મહોલ્લામાં રહેતા યુવક અને યુવતીનો પ્રેમસંબંધ સમાજ નહી સ્વીકારતા આ પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું છે. આ પ્રેમી યુગલે આપઘાત કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર મહેસાણા-વિસનગર હાઇવે પર દેલા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પડીને આ યુગલે આત્મહત્યા કરી હતી. મહેસાણામાં રહેતો શંકરપુરા વિસ્તારના વિશાલ કનુજી ઠાકોર ઉ.વ.૨૩ અને પૂનમ છનાજી ઠાકોર ઉ.વ.૨૩ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કોઇ કારણસર તેમના પરિવારો લગ્ન માટે તૈયાર ન હતા, જેથી તેઓએ એકબીજાના શરીરે દુપટ્ટો બાંધીને કેનાલમાં પડ્યાં હતા. કેનાલમાં પડ્યાના સમાચાર મળતા જ વિશાલ અને પૂનમના પરિવારો દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિધાલે 9 વાગ્યાની આસપાસ જેમની ગાડી ચલાવે છે તે શેઠને પણ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમારી ગાડી અહીં કેનાલે પડી છે, હું મરવા જાઉં છું.’ આ બાદ વિશાલના શેઠે તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી. જેના બાદ પરિવાર કેનાલ પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.