Not Set/ LRD પરીક્ષાનું પરિણામ જાહેર,1578 ઉમેદવારોનું રિઝલ્ટ અટવાયું

રાજ્યમાં લોક રક્ષક દળ એટલે કે  LRD ભરતી પરીક્ષાનું ફાઈનલ પરીણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારની વેબસાઈટ www.lrbgujarat2018.in પર LRD  પરીક્ષાનું પરિણામ  લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા મુકવામાં આવ્યું હતું. લોક રક્ષક દળ માટે કુલ 9,713 જગ્યા માટે ભરતી કરવાની છે. પરંતુ ભરતી બોર્ડે માત્ર 8135 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યારે 1578 ઉમેદવારોનું પરિણામ અટવાયું […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 7 LRD પરીક્ષાનું પરિણામ જાહેર,1578 ઉમેદવારોનું રિઝલ્ટ અટવાયું

રાજ્યમાં લોક રક્ષક દળ એટલે કે  LRD ભરતી પરીક્ષાનું ફાઈનલ પરીણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારની વેબસાઈટ www.lrbgujarat2018.in પર LRD  પરીક્ષાનું પરિણામ  લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા મુકવામાં આવ્યું હતું.

લોક રક્ષક દળ માટે કુલ 9,713 જગ્યા માટે ભરતી કરવાની છે. પરંતુ ભરતી બોર્ડે માત્ર 8135 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યારે 1578 ઉમેદવારોનું પરિણામ અટવાયું છે. જ્યારે બાકી રહેલી જગ્યાઓનું અંતિમ પરિણામ હવે પછી જાહેર કરવામાં આવશે.

જાહેર થયેલા પરિણામોમાં બિન હથિયારીમાં 2620 ઉમેદવાર, હથિયારીમાં 4998 ઉમેદવારો અને જેસ સિપાહીમાં 517 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. પાસ થયેલા તમામ ઉમેદવારોને જે-તે જિલ્લામાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે. જેના બાદ જ 8135 યુવક યુવતીઓની તાલીમ શરૂ થશે અને ત્યાર બાદ રાજ્યની સુરક્ષામાં આ ઉમેદવારો જોડાશે.

હથિયારી મહિલામાં 1011, બિનહથિયારી મહિલામાં 530નું મેરીટ અટવાયું છે જેલ સિપાહી મહિલાની 37 જગ્યાનું મેરીટ લિસ્ટ અટવાયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હજુપણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા બાકી છે.

LRDની 9713 જગ્યા માટે ભરતી કરવા માટે 2 ડિસેમ્બરના રોજ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા કુલ 9 લાખ ઉમેદવારોએ આપી હતી. પરંતુ પેપરના દિવસે જ બિન સત્તાવાર રીતે પેપર લીક થયુ હતું.ત્યાર બાદ 6 જાન્યુઆરી 2019ના રોજ પુુનઃ પરીક્ષા યોજાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.