Not Set/ જૂનાગઢ/ માણસોને ફાડીને ખાઈ જનારો દીપડો આખરે પાંજરે પુરાયો

જુનાગઢ અને અમરેલીમાં ચાર લોકોને ફાડી ખાનારો માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે.આ ખુંખાર દીપડાને પકડવામાં વન વિભાગને ખાસી જહેમત ઉઠાવી પડી હતી.દીપડાને પકડવા માટે છેલ્લા ત્રણ દિવસથી વન વિભાગના 50 કર્મચારીઓની ટીમ કામે લાગી હતી.દીપડાને ઝબ્બે કરવા જંગલમાં વિવિધ સ્થળો પર 24 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વનવિભાગની ટીમો દીપડાને પકડવા માટે વિસાવદરની આસપાસના […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahia 12 જૂનાગઢ/ માણસોને ફાડીને ખાઈ જનારો દીપડો આખરે પાંજરે પુરાયો

જુનાગઢ અને અમરેલીમાં ચાર લોકોને ફાડી ખાનારો માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે.આ ખુંખાર દીપડાને પકડવામાં વન વિભાગને ખાસી જહેમત ઉઠાવી પડી હતી.દીપડાને પકડવા માટે છેલ્લા ત્રણ દિવસથી વન વિભાગના 50 કર્મચારીઓની ટીમ કામે લાગી હતી.દીપડાને ઝબ્બે કરવા જંગલમાં વિવિધ સ્થળો પર 24 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.

વનવિભાગની ટીમો દીપડાને પકડવા માટે વિસાવદરની આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી હતી, જોકે, દીપડો હાથમાં નહોતો લાગતો.દીપડો નહિ પકડાતા અહીં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

દીપડાએ ઘણા માણસો પર હુમલા કર્યા હતા. 20 ઓક્ટોબરે નાની પિંડાખાઈ ગામે ઘરની ઓસરીમાં સૂતા 60 વર્ષના એક વૃદ્ધને દીપડાએ ગળાના ભાગેથી પડકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃદ્ધે બૂમાબૂમ કરતાં લોકો જાગી ગયા હતા, જેનાથી દીપડો ભાગી ગયો હતો.દીપડાના હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત થતાં ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને તેમણે મૃતકની લાશ સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આખે, વન વિભાગે ખાતરી આપ્યા બાદ વૃદ્ધની લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર કરાયા હતા.

એ સિવાય બીજા લોકો પર પણ હુમલો કરતા તેમના મોત થયા હતા.જોકે હવે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.