Not Set/ અમદાવાદ/ ચાઈનીઝ દોરીથી યુવકને થઇ ઈજા, ગાલ, કાન અને આંખ પર આવ્યા 12 ટાંકા

ઉત્તરાયણને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. ત્યારે આવામાં બુધવારે સાંજે બાપુનગરના હિરાવાડી રોડ પરથી એક એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવકને આંખ અને ગાલના એક કાન કપાઈ ગયો છે. ચાઇનીઝ દોરીથી ઈજા થઇ તેની ઓળખ ભાવેશ નાવડીઆ તરીકે થઇ છે. આ ઘટના બનતા ભાવેશને  તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો […]

Ahmedabad Gujarat
Untitled 195 અમદાવાદ/ ચાઈનીઝ દોરીથી યુવકને થઇ ઈજા, ગાલ, કાન અને આંખ પર આવ્યા 12 ટાંકા

ઉત્તરાયણને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. ત્યારે આવામાં બુધવારે સાંજે બાપુનગરના હિરાવાડી રોડ પરથી એક એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવકને આંખ અને ગાલના એક કાન કપાઈ ગયો છે. ચાઇનીઝ દોરીથી ઈજા થઇ તેની ઓળખ ભાવેશ નાવડીઆ તરીકે થઇ છે. આ ઘટના બનતા ભાવેશને  તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેને 12 ટાંકા લેવા પડ્યા છે.

હોસ્પિટલમાં સારવાર બાદ ઈજાગ્રસ્ત થયેલ ભાવેશે પોતાને થયેલી ઈજાનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડીયોમાં ભાવેશે જણાવ્યું કે ટે ખૂબ ધીમી ગતિએ વ્હીકલ ચલાવી રહ્યો હતો ત્યારે જ કદાચ ચાઈનીઝ દોરી સામે આવી ગઈ અને તે ઈજાગ્રસ્ત થઈ ગયો.

ભોગ બનેલા ભાવેશ નાવડિયાએ કહ્યું કે, મારા જેવું ન થાય તે માટે લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અથવા તો વાહન પર સળિયો લગાવવો જોઈએ. દોરી વાગી ત્યારે સ્થાનિક લોકોએ મને હોસ્પિટલમાં પહોંચાડતા મારો જીવ બચી ગયો હતો.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ભાવેશ પોતાના સ્કૂટર પરથી નીચે પડી ગયો હતો અને ઘટના બાદ એમ્બ્યુલન્સથી તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન