Not Set/ અમદાવાદ/ પરિણીત પ્રેમીએ સગીરા સાથે બળજબરીથી બાંધ્યો શારીરિક સબંધ, નોંધાઈ ફરિયાદ

રાજ્યમાં દિવસે ને દિવસે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આવા કિસ્સામાં અમદાવાદમાં બાકાત રહ્યું નથી અમદાવાદમાં જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ છેડતી અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક સગીરાએ તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે મળતી માહિતી […]

Ahmedabad Gujarat
molestation rape kidnap crime woman girl child 0 0 0 0 0 0 0 0 0 e1533726340443 અમદાવાદ/ પરિણીત પ્રેમીએ સગીરા સાથે બળજબરીથી બાંધ્યો શારીરિક સબંધ, નોંધાઈ ફરિયાદ

રાજ્યમાં દિવસે ને દિવસે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આવા કિસ્સામાં અમદાવાદમાં બાકાત રહ્યું નથી અમદાવાદમાં જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ છેડતી અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક સગીરાએ તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર ઉત્તરાયણના તહેવાર દરમિયાન આરોપી સગીરાને જબરદસ્તીથી તેના ઘરમાં લઇ ગયો હતો. ઘરે લઇ ગયા બાદ આરોપીએ સગીરાને  ધમકીઓ આપવાનું શરુ કર્યું અને તેને કોઇ પ્રવાહી પીવડાવી તેની સાથે બળજબરી કરી હતી.

જ્યારે સગીરાએ બૂમાબૂમ કરવાનું શરુ કર્યું ત્યારે આરોપીએ મ્યુઝિક સિસ્ટમ ફૂલ વોલ્યૂમ પર રાખી દીધી હતી. અને સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. વાડજ પોલીસે આ મામલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે નવા વાડજમાં રહેતી એક સગીરા બંગલાઓમાં કામ કરે છે, તેના પરિવાર સાથે રહે છે. સગીરાને તેના પાડોશી યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે. આ યુવક પરિણીત છે અને તેને બાળકો પણ છે. જો કે, તેણે પોતાની હવસ સંતોષવા માટે સગીરા સાથે પ્રેમનું નાટક રચ્યું હતું. ઉત્તરાયણના દિવસે બંગલાઓમાં કામ પતાવીને સગીરા ઘરે આવી હતી. સગીરા પોતાના ઘરની બહાર આવી ત્યારે પાડોશી પ્રેમી યુવક તેને ખેંચીને પોતાના ઘરમાં લઇ ગયો હતો

ઘરમાં લઇ ગયા બાદ તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી તેમ કહીને યુવકે સગીરાને પટ્ટાથી ફટકારી હતી. સગીરા બચવાના પ્રયાસો કરી રહી હતી ત્યારે યુવકે કાચની બોટલમાંથી કોઇ પ્રવાહી પીવડાવી દીધું હતું. જે બાદમાં સગીરાને ચક્કર આવવા લાગ્યા હતા. જે બાદમાં તે સગીરાના કપડાં કાઢી તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. આ સમયે સગીરાના ભાઇનો ફોન આવતા આરોપીએ સગીરાના મોઢે દુપટ્ટો બાંધી મ્યુઝિક સિસ્ટમનું વોલ્યૂમ ફૂલ કરી સગીરાને ઘરમા બંધ કરી જતો રહ્યો હતો.જે બાદમાં ઘરે પરત આવીને તેણે સગીરાને માર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.