Not Set/ મહેસાણા:એકટીવા સ્લીપ થઈ જતાં યુવાનનું મોત

મહેસાણા, મહેસાણામાં એક 20 વર્ષીય યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ 20 વર્ષીય યુવાન તેની ફિયાન્સીને લઇને આંટો મારવા માટે નિકળ્યો હતો. આ દરમિયાન એકટીવા સ્લીપ થઇ જતાં યુવાન નીચે પટકાયા હતો. જેથી આ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ આ મૃતક યુવાનની ફિયાન્સીને […]

Gujarat
mns ctiva મહેસાણા:એકટીવા સ્લીપ થઈ જતાં યુવાનનું મોત

મહેસાણા,

મહેસાણામાં એક 20 વર્ષીય યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ 20 વર્ષીય યુવાન તેની ફિયાન્સીને લઇને આંટો મારવા માટે નિકળ્યો હતો. આ દરમિયાન એકટીવા સ્લીપ થઇ જતાં યુવાન નીચે પટકાયા હતો.

જેથી આ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ આ મૃતક યુવાનની ફિયાન્સીને પણ માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ યુવાનનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ મૃતક યુવાનનું નામ સચિન વિષ્ણુભાઇ પટેલ હતું.