હવામાન/ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ખેંચાયો, છતાં ચોમાસુ સારૂ જવાની આશા : અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 12 ઓગસ્ટ સુધી ઉત્તરગુજરાત , મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદી ઝાપટાં રહેશે.

Top Stories Gujarat Others
kesha vallsad 4 ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ખેંચાયો, છતાં ચોમાસુ સારૂ જવાની આશા : અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ખેંચાયો છે. છતાં ચોમાસુ સારૂં જવાની આશા હવામાનશાસ્ત્રી એ વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો 18 થી 24 ઓગસ્ટ દરમ્યાન અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે. જો કે ખેડૂતોએ પાકમાં રોગ ન પેસે તેની કાળજી લેવી પડશે.

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 36.28 ટકા થયો છે. જો કે હજી 18 ઓગસ્ટ પછી વરસાદ સારા પ્રમાણમાં થશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 12 ઓગસ્ટ સુધી ઉત્તરગુજરાત , મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદી ઝાપટાં રહેશે. 18 થી 24 ઓગસ્ટ અને ત્યારબાદ સપ્ટેમ્બરના અંત સુધીમાં પણ વરસાદ સારો રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ખેંચાયેલાં વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેતીના પાકમાં મુખ્યત્વે કપાસ અને મગફળીમાં રોગ આવવાની સંભાવના છે તો વિભાગ તરફથી પગલાં લેવાની તકેદારી અને ખેડૂતોને પણ પાકની યોગ્ય કાળજી રાખવા અનુરોધ હવામાનશાસ્ત્રીએ કર્યો છે. હવામાનશાસ્ત્રીનું કહેવું છે કે હવે પછી થનારા વરસાદના કારણે કૃષિના ખરીફપાકને સારો ફાયદો થવાની આશા છે.

ગુજરાતમાં સરેરાશ વરસાદની તુલનામાં હાલ 36.28 ટકા વરસાદ થયો છે. આજની સ્થિતિએ વરસાદની 41 ટકા ઘટ હોવાનું પણ નિષ્ણાત જણાવી રહ્યાં છે. પરંતુ હજી ચોમાસા દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધીમાં સારો વરસાદ આવશે.પરિણામે ખેતી અને ખેડૂત માટે લાભદાયી પુરવાર થશે. ખેતીના ખરીફ અને પછી રવિ પાક માટે પણ ચોમાસુ લાભદાયી પુરવાર થાય એવા ઉજળા સંજોગો હોવાથી ખેડૂતો જ નહીં પરંતુ ગુજરાત માટે ચોમાસુ સારૂં રહેશે.