Not Set/ મોરબીઃ સુપર માર્કેટના વેપારીઓએ ગટરના ઉભરાતા પાણીને લઈને કર્યો વિરોધ

મોરબી, મોરબીમાં સુપર માર્કેટના વેપારીઓએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો.જણાવીએ કે આ વિરોધ ગટરના ઉભરાતા પાણીને કારણે કર્યો હતો.રોજે રોજ ઉભરાતી ગટરના ગંદા પાણીને કારણે વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. આ મામલે અનેક વખત વેપારીઓએ રજૂઆત કરી તેમ છતાં પણ પાલિકાની ટીમ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે.જેથી સુપર માર્કેટના વેપારીઓ રોષે ભરાઇ […]

Gujarat Others

મોરબી,

મોરબીમાં સુપર માર્કેટના વેપારીઓએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો.જણાવીએ કે આ વિરોધ ગટરના ઉભરાતા પાણીને કારણે કર્યો હતો.રોજે રોજ ઉભરાતી ગટરના ગંદા પાણીને કારણે વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

આ મામલે અનેક વખત વેપારીઓએ રજૂઆત કરી તેમ છતાં પણ પાલિકાની ટીમ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે.જેથી સુપર માર્કેટના વેપારીઓ રોષે ભરાઇ ગયા હતા અને ચક્કાજામ કરીને પાલિકાની ટીમના આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.