Not Set/ હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ રહેશે બેવડી ઋતુ, ગુજરાતમાં આ જ્ગ્યાએ પડી શકે છે કમોસમી વરસાદ

અમદાવાદ, એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી ઠંડી માર્ચ મહિનામાં જ જશે.રાજ્યમાં શનિવારથી ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે.સોમવારે પણ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા હતા.આગામી અઠવાડિયે શહેરમાં તાપમાન 13-14 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ઉપરાંત હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવારે સાંબરકાઠા, બનાસકાંઠા અને કચ્છમાં હળવું વરસાદનું ઝાપટું પડી શકે છે.હાલ જે ઠંડીનો ચમકારો જોવા મળે […]

Top Stories Ahmedabad Gujarat
02 હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ રહેશે બેવડી ઋતુ, ગુજરાતમાં આ જ્ગ્યાએ પડી શકે છે કમોસમી વરસાદ
અમદાવાદ,
એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી ઠંડી માર્ચ મહિનામાં જ જશે.રાજ્યમાં શનિવારથી ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે.સોમવારે પણ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા હતા.આગામી અઠવાડિયે શહેરમાં તાપમાન 13-14 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
ઉપરાંત હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવારે સાંબરકાઠા, બનાસકાંઠા અને કચ્છમાં હળવું વરસાદનું ઝાપટું પડી શકે છે.હાલ જે ઠંડીનો ચમકારો જોવા મળે છે એ ગુરુવાર સુધી ચાલુ રહી શકે છે.
ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. મંગળવારે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છેે.
 અમદાવાદમાં રવિવારે લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ 32.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે ફરીથી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે. હવામાન ખાતાની રિપોર્ટ મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં સુષ્ક પવનો ફૂંકાશે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવા વરસાદના ઝાપટાની શક્યતા છે.
હવામાન ખાતાએ આ ઉપરાંત માછીમારો માટે નોર્થ અને સાઉથ ગુજરાતના દરિયા કિનારે વોર્નિંગ જાહેર કરી છે. માછીમારોને મંગળવાર સુધી દરિયો ન ખેડવા માટે કહેવાયું છે.
અમદાવાદ:હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસ રહેશે બેવડી ઋતુ
રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ
કચ્છ,બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડી શકે વરસાદ
24 કલાક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના