Not Set/ ભારે દંડમાં મળી રાહત,ટ્રાફિકના નવા નિયમોનું પાલન 15 ઓક્ટોબરથી કરાશે

ટ્રાફિકના નવા નિયમોને લઇને ગુજરાતની જનતા માટે રાહતના મોટા સમાચાર છે, મસમોટા દંડથી કંટાળેલી જનતાને હવે 15 ઓક્ટોબર સુધી દંડમાંથી રાહત મળી છે, ગુજરાત સરકારના મંત્રી આર.સી.ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે નવા નિયમોનો અમલ 15 ઓક્ટોબર સુધી કરાશે નહીં, એટલે કે જનતાએ આ દિવસ સુધી ટ્રાફિક પોલીસને ઉંચો દંડ ચૂકવવો નહીં પડે, […]

Top Stories Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 ભારે દંડમાં મળી રાહત,ટ્રાફિકના નવા નિયમોનું પાલન 15 ઓક્ટોબરથી કરાશે

ટ્રાફિકના નવા નિયમોને લઇને ગુજરાતની જનતા માટે રાહતના મોટા સમાચાર છે, મસમોટા દંડથી કંટાળેલી જનતાને હવે 15 ઓક્ટોબર સુધી દંડમાંથી રાહત મળી છે, ગુજરાત સરકારના મંત્રી આર.સી.ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે નવા નિયમોનો અમલ 15 ઓક્ટોબર સુધી કરાશે નહીં, એટલે કે જનતાએ આ દિવસ સુધી ટ્રાફિક પોલીસને ઉંચો દંડ ચૂકવવો નહીં પડે,

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, લોકોને નવા હેલ્મેટ ખરીદવા અને પીયુસી કઢાવવામાં અડચણ આવી રહી છે, જેને લઇને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે, જો કે 15 ઓક્ટોબર સુધી જૂના નિયમો લાગુ જ રહેશે, હેલમેટ અને પીયુસી નહી હોય તો તમારે 100 રૂપિયા દંડ ભરવો પડશે.

હવે ટ્રાફિકના નવા નિયમો 15 ઓક્ટોબરથી અમલીકરણ થશે

વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ટ્રાફિકના નિયમોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, નવા નિયમોના અમલીકરણ માટે સરકારે જે જાહેરાત કરી છે, અને સમાજ જીવન દ્વારા જે રજૂઆત કરાઈ રહી છે, તેને લઈને હકારાત્મક નિર્ણય લેવામાં અવાયો છે. નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવાની મુદત 15 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે.

હેલ્મેટ ઉપલબ્ધ નહીં થાયએ વાતને હકારાત્મક લઈને 15 ઓકટોબર સુધીની મુદત લંબાવવામાં આવી છે. પીયુસી સેન્ટરની રજૂઆત મામલે સમયમર્યાદા 15 દિવસ વધારાઈ છે.

પીયુસી સેન્ટર જલ્દીથી ખૂલે તે માટે ઝડપથી ટેન્ડર પ્રોસેસ કરીને નવા 150 પીયુસી સેન્ટર ખૂલે તે માટે ઝડપી પ્રયાસો કરાશે.

નવા 900 પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હેલ્મેટ, પીયુસી અને લાયસન્સને લઇને 15 દિવસની મુદ્દત લંબાવાઇ છે. મંત્રીએ જણાવ્યું કે, 10 દિવસમાં પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હાલ રાજ્ય સરકારે ટેન્ટર પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે, જેની જાહેરાત કરતા આનંદ થાય છે. નવા ટુ વ્હીલર વાહનો જે ડીલર પાસેથી છોડાવશે, ત્યારે જે-તે એજન્સી અને ડીલર નવુ આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ ફ્રી આપવાનું રહેશે. આજે તેનુ પરિપત્ર બહાર કાઢીશું. આ નિયમ આજથી અમલમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.