Not Set/ આ વર્ષે પણ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન અપાશે

નવરાત્રીમાં શાળાઓમાં વેકેશન આપવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.ગયા વર્ષે સરકારના આ નિર્ણયને લઈને ખાસ્સો ઉહાપોહ થયો હતો એ પછી આ વર્ષે નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવ્યું હતું જોકે આ વેકેશન ફરી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાઓમાં નવરાત્રી વેકેશન રાખવાનો સરકારનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની […]

Top Stories Ahmedabad Gujarat
HFFKSDJ આ વર્ષે પણ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન અપાશે

નવરાત્રીમાં શાળાઓમાં વેકેશન આપવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.ગયા વર્ષે સરકારના આ નિર્ણયને લઈને ખાસ્સો ઉહાપોહ થયો હતો એ પછી આ વર્ષે નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવ્યું હતું જોકે આ વેકેશન ફરી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શાળાઓમાં નવરાત્રી વેકેશન રાખવાનો સરકારનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિ દ્વારા ભલામણ કરાઇ હતી કે નવરાત્રી વેકેશન રદ કરવામાં આવે. જોકે, શિક્ષણ પ્રધાનની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો.

મળતી માહિતી રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઇને નવરાત્રી વેકેશન ચાલું રાખવાની પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા. 30-9-2019થી તા.7-10-2019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે. અને દિવાળી વેકેશન તા. 25-10-2019થી તા. 6-11-2019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.