Not Set/ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભૂલ્યા

નવસારી, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં. પાટીદારોના અનામત આંદોલન સામે આદિવાસીઓની અનામત સુરક્ષિત હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે અનામતનો મુદ્દો આગળ કરવામાં આવે છે.ધારાસભ્ય નરેશ પટેલ ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મજયંતીના કાર્યક્રમમાં સંબોધન કરતાં બફાટ કરી બેઠા. તેમણે એમ પણ કહ્યું કે અનામત મુદ્દે […]

Top Stories Gujarat Others
mantavya 61 આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભૂલ્યા

નવસારી,

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં. પાટીદારોના અનામત આંદોલન સામે આદિવાસીઓની અનામત સુરક્ષિત હોવાનો દાવો કર્યો.

તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે અનામતનો મુદ્દો આગળ કરવામાં આવે છે.ધારાસભ્ય નરેશ પટેલ ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મજયંતીના કાર્યક્રમમાં સંબોધન કરતાં બફાટ કરી બેઠા.

તેમણે એમ પણ કહ્યું કે અનામત મુદ્દે હાર્દિક પટેલ ઉઘાડો પડી ગયો. ભાજપ સરકારે પટેલ સમાજને કહી દીધું છે કે બંધારણ સાથે કોઈ ચેડા નહીં થાય.

પાટીદાર અનામત આંદોલનના કારણે અમારા આનંદીબેન ઘરે બેઠા આટલે જ અટક્યા નહી, અને કહ્યું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહી કરવા દે, ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહી દીધુ છે કે, બંધારણમાં કોઈ ફેરફાર નહી થાય અને અનામત મળી શકે તેમ નથી.