Not Set/ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, રાજ્ય સરકારે નવરાત્રિમાં મીની વેકેશનની કરી જાહેરાત

ભાવનગર, રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરતા ખૈલેયાંઓ માટે રાજ્ય સરકાર તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યના શિક્ષણ ખાતા તરફથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન શાળા અને કોલેજોને મીની વેકેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ શનિવારે આ જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી ૧૦ ઓક્ટોબરથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શિક્ષણમંત્રી […]

Top Stories Ahmedabad Gujarat Trending
navratri.... શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, રાજ્ય સરકારે નવરાત્રિમાં મીની વેકેશનની કરી જાહેરાત

ભાવનગર,

રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરતા ખૈલેયાંઓ માટે રાજ્ય સરકાર તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યના શિક્ષણ ખાતા તરફથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન શાળા અને કોલેજોને મીની વેકેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ શનિવારે આ જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી ૧૦ ઓક્ટોબરથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

શિક્ષણમંત્રી વિભાવરી દવેએ ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયના જાહેરાત કરતાં જણાવ્યું કે, ” શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે નવ દિવસ સુધી શાળા કોલેજ નવ દિવસ સુધી વેકેશન જાહેર કરી શકશે”.

મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું, “નવરાત્રિના ખાસ તહેવાર માટે વિધાથીઓના શિક્ષણનો ભોગ લેવામાં આવશે નહિ અને આ મીની વેકેશન જરૂરથી આપવામાં આવશે. આ માટે જો વર્ષ દરમિયાન આવતી અન્ય તહેવારોની રજાઓને સેટ કરવાની જરૂરત પડશે તો પણ આ વેકેશન આપવામાં આવશે”.

તેઓએ વધુમાં કહ્યું, “નવરાત્રિના તહેવાર દરમિયાન મોડી રાત સુધી જાગવાના કારણે વિધાથીઓ સાથે તેઓના માતા-પિતાને પણ બીજા દિવસે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, તેથી આ મીની વેકેશન આપવામાં આવી રહ્યું છે”.

રાજ્ય સરકારના આ નિર્ણયને ચૂંટણીલક્ષી કહેવા અંગે તેઓએ કહ્યું, “આ નિર્ણયને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે સરખાવવું એ કોઈ બાબત નથી, પરંતુ આ નિર્ણય રાજ્યના બાળકો માટે કરવામાં આવ્યો છે અને તે આગામી વર્ષો સુધી પણ ચાલુ રહેશે”.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં નવરાત્રિના ખાસ તહેવારનું ગુજરાતમાં અનેરું મહત્વ છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી વિધાથીઓ સહિત તમામ વર્ગના લોકો ગરબા રમતા હોય છે. જેથી આ તહેવારમાં સવારે વિધાથીઓને શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થતી હોય છે તેમજ આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા પણ રાખતા હોય છે.

જો કે આ પહેલીવાર નથી જયારે વિદ્યાથીઓને નવરાત્રિ દરમિયાન મીની વેકેશન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા ૧૯૯૫માં કેશુભાઇ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર બની હતી ત્યારે તત્કાલીન શિક્ષણ મંત્રી નલીન ભટ્ટે નવરાત્રિ વેકેશન જાહેર કર્યું હતું, પરંતુ જે બે કે ત્રણ વર્ષ રહ્યા પછી રદ્ થયું હતું.