Not Set/ અરવલ્લી : પુલના અભાવે આ ગામના લોકો આજે પણ કરે છે નદીમાં થઈને અવર જવર

મોડાસા તાલુકાના જુના મોદરસુમબા અને નવા મોદરસુમબા ગામ વચ્ચે માજુમ નદી આવે છે. ચોમાસા દરમિયાન માજુમ નદીમાં પુષ્કળ પાણી આવવાના કારણે આ બે ગામ વચ્ચે નો સંપર્ક તૂટી જાય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ નદી પર પુલ નહોતો. બે વર્ષ અગાઉ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને પુલ મંજુર કરી કામ પણ શરૂ કરવામાં […]

Top Stories Gujarat Others
ARV Bridge 4 અરવલ્લી : પુલના અભાવે આ ગામના લોકો આજે પણ કરે છે નદીમાં થઈને અવર જવર

મોડાસા તાલુકાના જુના મોદરસુમબા અને નવા મોદરસુમબા ગામ વચ્ચે માજુમ નદી આવે છે. ચોમાસા દરમિયાન માજુમ નદીમાં પુષ્કળ પાણી આવવાના કારણે આ બે ગામ વચ્ચે નો સંપર્ક તૂટી જાય છે.

ARV Bridge e1538477607360 અરવલ્લી : પુલના અભાવે આ ગામના લોકો આજે પણ કરે છે નદીમાં થઈને અવર જવર

આઝાદીના આટલા વર્ષો પછી પણ આ નદી પર પુલ નહોતો. બે વર્ષ અગાઉ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને પુલ મંજુર કરી કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. પણ આ કામ બિલકુલ મંથર ગતિ એ ચાલી રહ્યું છે. જેના કારણે આજે પણ આ વિસ્તાર ના લોકો જીવના જોખમે માજુમ નદીમાં ઊંડા પાણીમાં ઉતરીને જાય છે.

ARV Bridge 5 e1538477635616 અરવલ્લી : પુલના અભાવે આ ગામના લોકો આજે પણ કરે છે નદીમાં થઈને અવર જવર

આ વિસ્તારના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. દરરોજ દૂધ ભરવા સવાર સાંજ નવા મોદરસુમબા ડેરીમાં આવવું પડે છે. ગામના યુવકો અને યુવતીઓ દૂધ ભરવા આજે પણ છાતી સુધીના પાણીમાં દૂધની બરણીઓ લઇ જોખમી રીતે અવર જવર કરી રહ્યા છે.

ARV Bridge 3 e1538477687452 અરવલ્લી : પુલના અભાવે આ ગામના લોકો આજે પણ કરે છે નદીમાં થઈને અવર જવર

નાના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે આ જ નદીમાં ઉતરીને જવું પડે છે. વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ નદી કિનારે પોતાના વાલીની રાહ જોઈ બેસી રહે છે. અને વાલી આવે ત્યારે વિદ્યાર્થીઓને પોતાના બંને ખભે બેસાડી કમર સુધીના પાણીમાં પસાર થઈ સામા કિનારે લઇ જાય છે.

ARV Bridge 2 e1538477737393 અરવલ્લી : પુલના અભાવે આ ગામના લોકો આજે પણ કરે છે નદીમાં થઈને અવર જવર

આમ આ વિસ્તારના લોકો આજે પણ જોખમી રીતે નદી પાર કરી પોતાના કામકાજ માટે જાય છે. ત્યારે પુલનું કામ ઝડપી પૂર્ણ થાય એવી વિદ્યાર્થી અને પશુપાલકોની માગ રહેલી છે.