Not Set/ અમદાવાદ/ BRTS કોરિડોરમાં વાહન ચલાવવું જીવલેણ સાબિત થયું,બસે ટક્કર મારતા યુવકનું મોત

અમદાવાદમાં BRTSનો કહેર હજુ યથવાત જોવા મળી રહ્યો છે.શહેરમાં BRTSની અડફેટે આવીને લોકોના મોત થઇ રહ્યા છે. શહેરમાં BRTS બસની અડફેટે આવી જતા યુવકનું મોત થયું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો જયકુમાર ચૌહાણ તેનું એક્ટિવા લઈ જઈ રહ્યો હતો ત્યારે બસની અડફેટે આવી ગયો હતો અને તેનો જાન ગયો હતો. નારોલથી જશોદાનગર તરફ જવાના માર્ગ પર […]

Top Stories Ahmedabad Gujarat
mahi AA 1 અમદાવાદ/ BRTS કોરિડોરમાં વાહન ચલાવવું જીવલેણ સાબિત થયું,બસે ટક્કર મારતા યુવકનું મોત

અમદાવાદમાં BRTSનો કહેર હજુ યથવાત જોવા મળી રહ્યો છે.શહેરમાં BRTSની અડફેટે આવીને લોકોના મોત થઇ રહ્યા છે. શહેરમાં BRTS બસની અડફેટે આવી જતા યુવકનું મોત થયું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો જયકુમાર ચૌહાણ તેનું એક્ટિવા લઈ જઈ રહ્યો હતો ત્યારે બસની અડફેટે આવી ગયો હતો અને તેનો જાન ગયો હતો.

નારોલથી જશોદાનગર તરફ જવાના માર્ગ પર બેફામ દોડતી બીઆરટીએસ બસે શનિવારે રાત્રે 8.30 વાગ્યે  એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા સ્થળ પર જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બીઆરટીએસ બસ લઈ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.જો કે BRTS બસ કે ફોર વહીલર ચાલકે અકસ્માત સર્જ્યો છે તે મામલે જાણવા મળ્યું નથી. BRTS બસે ટક્કર મારી કે કારચાલકે તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે BRTSનાં કોરિડોરમાં ખાનગી વાહનોને પસાર થવામાં પ્રતિબંધ હોવા છતાં પણ લોકો BRTSનાં કોરિડોરમાંથી પસાર થઇ રહ્યાં છે. અમદાવાદ ઘોડાસર ચાર રસ્તા પાસે BRTS રૂટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઘોડાસરથી જશોદા ચોકડી તરફ કેડિલા બ્રિજ પરથી બીઆરટીએસ કોરીડોરમાંથી એક્ટિવા લઇને જયકુમાર પસાર થઇ રહ્યાં હતાં ત્યારે આ જીવલેણ અકસ્માત થયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.