Not Set/ બિનખેતી વિષયક હેતુ માટે અપાતા પાણીના દરોની વસુલાત માટે વન ટાઇમ સેટલમેન્ટ

રાજ્યની શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બાકી નીકળતા નાણા એક વર્ષમાં છ હપ્તાથી ભરી દે તો દંડનીય રકમ તેમજ સ્થાયી અને વપરાશી દર ઉપર સંપૂર્ણ વ્યાજ માફી અપાશે. રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે બિનખેતી વિષયક હેતુ માટે પાણી વાપરે છે તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. આ સંસ્થાઓ […]

Gujarat Others
Untitled 143 બિનખેતી વિષયક હેતુ માટે અપાતા પાણીના દરોની વસુલાત માટે વન ટાઇમ સેટલમેન્ટ

રાજ્યની શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બાકી નીકળતા નાણા એક વર્ષમાં છ હપ્તાથી ભરી દે તો દંડનીય રકમ તેમજ સ્થાયી અને વપરાશી દર ઉપર સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.

રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે બિનખેતી વિષયક હેતુ માટે પાણી વાપરે છે તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. આ સંસ્થાઓ બાકી નીકળતા કુલ નાણા પૈકી વપરાશી દરોની કુલ રકમ એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે તો તેવી સંસ્થાઓની દંડનીય રકમ અને સ્થાયી દર, વપરાશી દર તથા દંડનીય રકમ ઉપરના સંપૂર્ણ વ્યાજમાં માફી અપાશે એમ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવમાં જણાવાયું છે.

ઠરાવમાં જણાવાયાનુસાર રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત / ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ પાસેથી પ્રથમ તબક્કામાં પીવાનું પાણી મેળવતી હોય એ માટે આ યોજના જાહેર કરાઇ છે. જે સંસ્થાઓને પીવાના હેતુ માટે પાણી આપવામાં આવે છે તેવી સંસ્થાઓના બાકી રહેલ નાણાની ઝડપી વસુલાત થાય અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડી શકાય એ માટે આ યોજના જાહેર કરાઇ છે.

રકમ માંડવાળ કરવા માટેની શરતો ઠરાવમાં નિયત કરાઇ છે જેમાં સ્થાનિક સ્તરે હિસાબો સરભર કરતી તારીખે રકમમાં જે ઉત્તરોત્તર વધારો થયો હોય તે ગણતરીમાં લેવાનો રહેશે અને તે મુજબ રકમ માંડવાળ/સરભર કરવાની રહેશે. પ્રકારની પેનલ્ટી તથા વ્યાજ માંડવાળ કરવામાં આ સંસ્થાઓ ભવિષ્યમાં રકમ ભરવામાં શિથિલતા લાવવા પ્રેરાશે અથવા તો નિયમિત વસુલાત ભરપાઇ કરવામાં ચૂક કરશે તો હવે પછી કોઇપણ પ્રકારના લેણાં ઉપરનું નિયમોનુસાર પેનલ્ટી તથા વ્યાજ અચૂકપણે લેવાનું રહેશે. આ સૂચિત યોજનાનો લાભ પીવાના પાણી માટે મેળવતી સ્વરાજની સંસ્થાઓને અપાશે. આ સૂચિત યોજનાની જોગવાઇઓ અને તેને સંબંધિત આનુષાંગિક તમામ મુદ્દાઓ પડતર કોર્ટ કેસોના આખરી પરિણામને આધિન રહેશે, એમ વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.