Not Set/ મલ્ટીપ્લેક્સમાં પ્રેક્ષકોને બહારથી નાસ્તો લઇ જવાની મંજુરી આપો,ગુજરાત હાઇકોર્ટમાં થઇ PIL

અમદાવાદ, રાજ્યના મુવી થિયેટરમાં નાસ્તો લઇ જવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ થઇ છે.અમદાવાદ સહિતના શહેરોમાં મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં પ્રેક્ષકો દ્રારા નાસ્તો લઇ જવાની મનાઇ તેના માલિકો દ્રારા કરવામાં આવે છે.એ સિવાય મલ્ટીપ્લેક્સની અંદર જે નાસ્તો વેચાય છે તેના પણ એમઆરપી કરતાં ઉંચા ભાવો લેવાય છે. મલ્ટીપ્લેક્સમાં નાસ્તો લઇ જવાની મંજુરી આપવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં […]

Top Stories Ahmedabad Gujarat
yy 17 મલ્ટીપ્લેક્સમાં પ્રેક્ષકોને બહારથી નાસ્તો લઇ જવાની મંજુરી આપો,ગુજરાત હાઇકોર્ટમાં થઇ PIL

અમદાવાદ,

રાજ્યના મુવી થિયેટરમાં નાસ્તો લઇ જવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ થઇ છે.અમદાવાદ સહિતના શહેરોમાં મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં પ્રેક્ષકો દ્રારા નાસ્તો લઇ જવાની મનાઇ તેના માલિકો દ્રારા કરવામાં આવે છે.એ સિવાય મલ્ટીપ્લેક્સની અંદર જે નાસ્તો વેચાય છે તેના પણ એમઆરપી કરતાં ઉંચા ભાવો લેવાય છે.

મલ્ટીપ્લેક્સમાં નાસ્તો લઇ જવાની મંજુરી આપવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.આ અરજી કરનાર એડવોકેટ વિશાલ દવેએ જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં પ્રેક્ષકોને નાસ્તો લઇ જવાની મનાઇ કરવામાં આવે છે.જે ગેરકાયદેસર છે.એ સિવાય સિનેમાઘરોની લોબીમાં નાસ્તો વેચવામાં આવે છે જે પણ ગેરકાયદેસર છે.અમે આની સામે અરજી કરી છે.

પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે મલ્ટીપ્લેક્સમાં આવતા પ્રેક્ષકોમાં અનેકને ડાયાબીટીસ કે તેના જેવી ગંભીર બિમારી હોય છે અને તેમને બહારનો નાસ્તો ખાવાની મનાઇ હોય છે.આવા સમયે તેમને ઘરનું ખાવાનું લઇ જવાની મંજુરી હોવી જોઇએ.

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મલ્ટીપ્લેક્સની લોબીમાં નાસ્તાના કાઉન્ટર મુકવામાં આવે છે જેનાથી ઇમરજન્સી સમયે જોખમ પણ ઉભું થાય છે અને દુર્ઘટના સર્જાવવાનો પણ ભય રહે છે.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અનંત દવે આ અરજી અંગે વધુ સુનવણી 18 ફેબ્રુઆરીએ રાખી છે.