Not Set/ અરવલ્લીના માલપુરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર

મંતવ્ય ન્યૂઝ, લોકસભા ચૂંટણીને લઇને તડામા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અરવલ્લીના માલપરના નાથવાસમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઇને ઘણી સમસ્યાઓ છે…અને તંત્રને આ અંગે જણાવ્યા બાદ પણ હજૂ સુધી કોઇ નીરાકરણ થયુ નથી જેને કારણે ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી […]

Gujarat Others
arvalli અરવલ્લીના માલપુરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર

મંતવ્ય ન્યૂઝ,

લોકસભા ચૂંટણીને લઇને તડામા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અરવલ્લીના માલપરના નાથવાસમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઇને ઘણી સમસ્યાઓ છે…અને તંત્રને આ અંગે જણાવ્યા બાદ પણ હજૂ સુધી કોઇ નીરાકરણ થયુ નથી જેને કારણે ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પાણી નહીં તો વોટ નહીંના સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓ અને ગ્રામજનોએ માટલા ફોડી ચૂંટણી બહિષ્કારનું એલાન  કર્યું હતું.. તો બીજી તરફ ગામ માં ચૂંટણી બહિષ્કાર અને રાજકીય પાર્ટી ના પ્રવેશબંધીના બેનરો પણ  લાગ્યા હતા. નાથવાસ ગામ ના 1900 મતદારો ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી  આપી છે