Not Set/ ચાર મહિનામાં ગુજરાતીઓએ જાહેર કર્યું અધધધ… 18,000 કરોડનું બ્લેકમની

દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા બ્લેકમની મામલે આરટીઆઈ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી વિગતો મુજબ ગુજરાતીઓએ ફક્ત ચાર મહિનામાં ઈન્ક્મ ડીક્લેરેશન સ્કીમ અંતર્ગત 18,000 કરોડ રૂપિયાના બ્લેકમનીનો ખુલાસો કર્યો છે. આ રકમ દેશમાં ઘોષિત કરવામાં આવેલા બ્લેકમનીનો 29 ટકા હિસ્સો છે. આરટીઆઇમાં અપાયેલી માહિતી મુજબ, જૂન 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન આટલી મોટી રકમના બ્લેકમનીનો […]

Ahmedabad Gujarat
6292 Black Money ચાર મહિનામાં ગુજરાતીઓએ જાહેર કર્યું અધધધ... 18,000 કરોડનું બ્લેકમની

દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા બ્લેકમની મામલે આરટીઆઈ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી વિગતો મુજબ ગુજરાતીઓએ ફક્ત ચાર મહિનામાં ઈન્ક્મ ડીક્લેરેશન સ્કીમ અંતર્ગત 18,000 કરોડ રૂપિયાના બ્લેકમનીનો ખુલાસો કર્યો છે. આ રકમ દેશમાં ઘોષિત કરવામાં આવેલા બ્લેકમનીનો 29 ટકા હિસ્સો છે.

notes 1490453614 e1538468411828 ચાર મહિનામાં ગુજરાતીઓએ જાહેર કર્યું અધધધ... 18,000 કરોડનું બ્લેકમની

આરટીઆઇમાં અપાયેલી માહિતી મુજબ, જૂન 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન આટલી મોટી રકમના બ્લેકમનીનો ખુલાસો થયો છે. જણાવી દઈએ કે, આ આંકડાઓ નોટબંધી થયાના બે મહિના પહેલાના છે. આઈડીએસ હેઠળ દેશમાં બ્લેકમની તરીકે જાહેર થયેલી કુલ રકમ 62,250 કરોડ છે.

1480883907 5547 e1538468442916 ચાર મહિનામાં ગુજરાતીઓએ જાહેર કર્યું અધધધ... 18,000 કરોડનું બ્લેકમની

મહત્વનું છે કે, ભરતસિંહ ઝાલાએ, અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા રૂ. 13,860 કરોડની જાહેરાત બાદ આરટીઆઈ અરજી 21 ડિસેમ્બર, 2016ના રોજ દાખલ કરી હતી. ઇન્કમટેક્સ વિભાગ હજી પણ નેતાઓ, પોલીસ અધિકારીઓ તેમજ સરકારી અમલદારોની આવક વિશે જાણકારી આપવાના મામલે ચુપકીદી સેવી રહ્યો છે.